બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોડીનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પર વરસ્યા દિનુ સોલંકી
Last Updated: 04:47 PM, 18 February 2025
તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થવા પામી હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતાા. તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી જવા પામ્યો હતો.
ADVERTISEMENT
તારાથી થાય તે કરી લે કલેકટર, પણ મારી પ્રજાને પીડાવા નહીં દઉંઃદિનુભાઈ સોલંકી
ADVERTISEMENT
કોડીનારમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ પૂર્વ સાંસદ દ્વારા જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વિજય સરઘસ બાદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જીલ્લા કલેક્ટરને ખખડાવ્યા હતા. તેમજ દિનુ સોલંકીએ જાહેરસભામાં કહ્યું હતું કે, અમે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ મોરચો ખોલીશું. પહેલા મહમદ ગઝનવીએ આપણાં સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું આ કલેક્ટર મોટો ભ્રષ્ટ્રાચારી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ હું રજૂઆત કરવાનો છું. તારાથી થાય તે કરી લે કલેક્ટર, પણ મારી પ્રજાને પીડાવા નહી દઉ. દિનુભાઈએ આકરા શબ્દોમાં કલેક્ટરને ખખડાવ્યા જાહેરસભામાં થોડ સમય માટે સોંપો પડી જવા પામ્યો હતો.
વધુ વાંચોઃ એક વોટની કિંમત શું છે, તે છોટા ઉદેપુર ન.પાની ચૂંટણીએ સમજાવ્યું, સમર્થકોમાં ખુશીની લહેર
વહીવટી તંત્ર પર મિલીભગતના લગાવ્યા આક્ષેપ
ગીર સોમનાથ કોડીનારની નગર પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા પર ભાજપ ઉમેદવારે આક્ષેપ કર્યો છે. વહીવટી તંત્ર પર મિલીભગતનાં આક્ષેપ લગાવ્યા છે. 24 કલાક બાદ પણ ફરિયાદ અંગે કોઈ પગલા લીધા ન હતા. કોંગ્રેસનાં નેતા માનસિંગ ડોડિયા પર આક્ષેપ લગાવ્યા હતા. ચૂંટણી અધિકારીની પરવાનગી વિના બુથમાં ફરી રહ્યા હતા. જે બાબતે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરવા છતાં ચૂંટણી પંચનાં આંખ મિચામણા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.