dinosaur egg fossil found in china scientist exquisitely preserved dinosaur embryo baby yingliang
OMG /
ગજબ! 7 કરોડ વર્ષ જૂના ઈંડામાંથી મળ્યું ડાયનાસોરનું બચ્ચું, વૈજ્ઞાનિકોને ધોળે દા'ડે દેખાઈ ગયા તારલા
Team VTV05:12 PM, 22 Dec 21
| Updated: 06:19 PM, 22 Dec 21
ચીનના Jiangxi પ્રાંતમાં વૈજ્ઞાનિકોને ડાયનાસોરના એક ઈંડામાંથી બચ્ચું મળી આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકોને તેની અંદર સંરક્ષિત ડાયનાસોરનું બચ્ચુ હોવાની જાણ પણ થઇ છે. આ ભ્રૂણને બેબી યિંગલિયાંગ નામ આપવામાં આવ્યું છે. આ સૌથી પૂર્ણ ડાયનાસોર ભ્રૂણમાંથી એક છે. માનવામાં આવી રહ્યું છે કે આ 10.6 ઈંચ લાંબુ રહ્યું હશે.
વૈજ્ઞાનિકોને ડાયનાસોરના એક ઈંડામાંથી બચ્ચું મળી આવ્યું
7 કરોડ વર્ષ જૂના ઈંડામાંથી મળ્યું ડાયનાસોરનું બચ્ચું
આ ઓવિરાપ્ટોરોસોર પંખાવાળા ડાયનાસોર હતા
ડાયનાસોરના ઈંડામાંથી નિકળેલુ બચ્ચુ 7 કરોડ વર્ષ જૂનું
ડાયનાસોરના ઈંડામાંથી નિકળેલુ બચ્ચુ લગભગ 66-72 મિલિયન એટલેકે 7 કરોડ વર્ષ જૂનું છે. જે અંગે બર્મિઘમ વિશ્વ વિદ્યાલયના નેતૃત્વમાં પેલિયોન્ટોલોજીસ્ટે કહ્યું છે કે બેબી યિંગલિયાંગ દાંતવાળુ, ચાંચવાળુ થેરોપોડ ડાયનાસોર અથવા ઓવિરાપ્ટોરોસોરની પ્રજાતિઓથી સંબંધિત હતુ. આ ઓવિરાપ્ટોરોસોર પંખાવાળા ડાયનાસોર હતા. જે એશિયા અને ઉત્તર અમેરિકાના ખડકોમાં જોવા મળે છે. જેની ચાંચ અને શરીરનો આકાર અલગ-અલગ હતો. જેનાથી તેઓ આહારની એક વિસ્તૃત શ્રેણીને પોતાનો બનાવી શકતા હતા.
Our little one has just arrived. Welcome Baby Yingliang, a gorgeous fossil dinosaur embryo preserved inside its egg!
You're looking here at a baby dinosaur, not too long before it would have hatched. pic.twitter.com/NtXE8XODjT
મીડિયા રિપોર્ટસ મુજબ, ડાયનાસોરનું બચ્ચુ ઈંડા આપવાની તૈયારીમાં હતુ. તસ્વીરોમાં બતાવવામાં આવ્યું છે કે કેવીરીતે તેનુ માથુ તેની શરીરની નીચે હતુ. તેનો પાછળનો ભાગ ઈંડાના આકારની જેમ વળેલો હતો અને તેના પગ અને માથુ પણ તેવા હતા. સંશોધકે જણાવ્યું કે આધુનિક પક્ષીઓમાં આ પ્રકારની મુદ્રા ટકિંગ દરમ્યાન જોવામાં આવે છે. ટકિંગ કેન્દ્રીય ચેતાતંત્રને કંટ્રોલ કરનારી એક પ્રક્રિયા છે. જે એક સફળ હેચિંગ માટે જરૂરી છે.