digvijaya singh attacks narendra tomar bjp government
નિવેદન /
તોમરના 'લોહીથી ખેતી'વાળા નિવેદન પર દિગ્વિજયસિંહનો સણસણતો સવાલ, ગોધરામાં જે થયું તે શું હતું ?
Team VTV06:06 PM, 05 Feb 21
| Updated: 06:07 PM, 05 Feb 21
ખેડૂતો અને સરકાર આમને-સામને છે ત્યારે કૃષિમંત્રીના ખૂનસે ખેતીના નિવેદનને લઈને દિગ્વિજયસિંહે પ્રહાર કર્યો હતો.
કૃષિમંત્રીના લોહીની ખેતી વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું
દિગ્વિજયસિંહે આપ્યો સણસણતો જવાબ
ગોધરામાં થયું હતું એ શું હતું ? એવો પૂછ્યો સવાલ
ઉલ્લેખનીય છે કે, સંસદમાં આજે કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલ ચર્ચા દરમિયાન કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કૃષિ મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ લોહીથી ખેતી કરી શકે છે જેને લઈને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહે સણસણતો જવાબ આપતા હોય તેવી રીતે સવાલ પૂછ્યો હતો.
દિગ્ગીએ પૂછ્યું ગોધરામાં હતું એ શું હતું ?
દિગ્વિજયસિંહે કહ્યું કે, ભાજપ તોફાન કરાવવા માગે છે. ગોધરામાં જે ખેતી થઈ તે લોહની હતી કે પાણીની? તોફાનો થશે ત્યારે જ ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે. કારણે મોદી અને ઔવેસી વચ્ચે નજીકની દોસ્તી છે.
તોમરને ખેતીની સમજ શું હશે ?
નરેન્દ્રસિંહ તોમરને 'સારો માણસ' ગણાવતાં દિગ્વિજયસિંહે કહ્યું, તોમર કહે છે કે તે ખેતી કરે છે, પરંતુ તેણે તોમરના ચૂંટણી દસ્તાવેજો જોયા છે, જેમાં ખેતીની જમીન વગેરેનો ઉલ્લેખ નથી, તેથી તેમને ખેતીની સમજ શું હશે?
નરેન્દ્રસિંહ તોમરને દિગ્વિજયસિંહનો સણસણતો સવાલ
દિગ્વિજયસિંહે આ નિવેદન કૃષિ મંત્રીના નિવેદનની પ્રતિક્રિયા તરીકે આપ્યું હતું જેમાં નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં કહ્યું હતું કે ખેતી પાણીથી થઈ શકે છે પરંતુ લોહીથી ખેતી ફક્ત કોંગ્રેસ જ કરી શકે છે. આ પ્રસંગે કૃષિ પ્રધાને નવા કૃષિ કાયદાના ફાયદા પણ ગણાવી. આ પ્રસંગે રરેન્દ્રસિંહ તોમર અને દીપેન્દ્ર હૂડા વચ્ચે ગંભીર ચર્ચા પણ યોજાઇ હતી.