ટાઇપિંગ આવડે છે તો સરકાર માટે કરો કામ અને ઘરે બેઠાં કમાઓ પૈસા

By : krupamehta 03:26 PM, 04 February 2019 | Updated : 03:28 PM, 04 February 2019
તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે જેમની ટાઇપિંગ સ્પીડ જોરદાર હશે અને એને ઓનલાઇન ઘરથી કામ કરવાન શોખ પણ હશે. પરંતુ ટેલેન્ટ હોવા છતાં એ પોતાની કમાણી કરી શકતા નથી. તમને જાણીને હેરાની થશે કે તમારા જેવા લોકોને સરકાર ઘરે બેઠા ઓનલાઇન કમાવવાની તક આપી રહી છે અને તમે સરકાર માટે ડેટા એન્ટ્રી જેવા કામ કરીને પૈસા કમાઇ શકો છો. 

આમ તો તમે મોદી સરકારના ડિજીટલ ઇન્ડિયા માટે જાણતા હશો પરંતુ ડિજીટાઇઝ ઇન્ડિયા માટે ખૂબ જ ઓછા લોકો જાણે છે. એનો ફાયદો કેવી રીતે ઊઠાવવો એની જાણકારી પણ ઘણા લોકોને નથી. તો તમને જણાવી દઇએ કે સરકારે એક કેમ્પેન શરૂ કર્યું છે. જે હેઠળ તમે દર મહિને 10 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. બસ તમને લેપટોપ, ઇન્ટરનેટ અને ટાઇપિંગનું જ્ઞાન હોવું જોઇએ. 

વાસ્તવમાં સરકાર આ કેમ્પેન દ્વારા જૂની ફાઇલોને ડિજીટલીકરણ કરવા ઇચ્છે છે અને એના માટે સરકાર લોકોને પૈસા આપી રહી છે. જો તમે પણ સરકારની મદદ કરવા ઇચ્છો છો તો https://digitizeindia.gov.in/ પર જાવ અને તમારું રજિસ્ટ્રેશન કરો.

રજિસ્ટ્રેશનમાં તમારો મોબાઇલ નંબર, આધાર કાર્ડ, ઇમેલ આઇડી સહિત ઘણી જાણકારી આપવી પડશે. ત્યારબાદ તમે ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે તમારી કમાણીના પૈસા ક્યાં મળશે અને એના માટે તમારે આધાર કાર્ડથી લિંક અકાઉન્ટની લિંક આપવી પડશે. આ ખાતામાં પૈસા આવશે. 

સરકારના આ કેમ્પેન હેઠળ તમને ફાઇલ્સ ઇમેજ ફોર્મેટમાં મળશે. જેને તમારે ટેક્સ્ટ અને કોલમમાં તૈયાર કરવું પડશે. એમાં તમને ટાઇપિંગની જરૂર પડશે. એક બીજી વસ્તુ જે તમારે જાણવી જરૂરી છે કે ફાઇલ્સની પ્રાઇવસીને યથાવત રાખવા તમારી સામે એક એક શબ્દ આવશે. 
 
આ કામ માટે તમને રિવોર્ડ પોઇન્ટ્સ મળે છે, જેને તમે રિડીમ કરીને પૈસા કમાઇ શકો છો. એક રિવોર્ડ પોઇન્ટ 2 પૈસા બરાબર હોય છે. એ પોઇન્ટ્સ રિડીમ કરવા માટે તમારા ખાતામાં મિનિમમ 2500 રિવોર્ડ પોઇન્ટ હોવા જોઇએ. Recent Story

Popular Story