બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Digital Rupee will be launched in 2023 these are details how it works

Digital Rupee / ડિજિટલ રૂપીને લઈને સૌથી મોટા સમાચાર, ક્યારે લોન્ચ થશે અને નોટ કરતાં કઈ રીતે હશે અલગ જાણો

Mayur

Last Updated: 02:33 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટમાં દેશના નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સરકારી ડિજિટલ કરન્સી એટલે કે DIJITAL RUPEE લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે 2023 સુધીમાં લોન્ચ થઈ જશે.

  • 2023 સુધીમાં ભારતને મળશે ડિજિટલ વૉલેટ 
  • 'સરકારી ગેરંટી' સાથે મળશે ઈલેક્ટ્રોનિક વોલેટ
  • ફોનમાં ડિજિટલ કરન્સી રહેશે

2023 સુધીમાં ભારતને તેની સત્તાવાર ડિજિટલ કરન્સી મળી શકે છે. તે હાલમાં ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત વોલેટમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રોનિક વોલેટ જેવું જ હશે, પરંતુ તેની સાથે 'સરકારી ગેરંટી' જોડાયેલ હશે. એક ટોચના સરકારી સૂત્રએ આ માહિતી આપી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરતી વખતે ગયા અઠવાડિયે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક સમર્થિત 'ડિજિટલ રૂપિયો' ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

સરકારી ગેરંટીવાળું ડિજિટલ વોલેટ
આ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવતી ડિજિટલ કરન્સીમાં ભારતીય ચલણની જેમ યુનિક નમ્બર્સ હશે. તે 'ફ્લેટ' કરન્સીથી અલગ નહીં હોય. આ તેનું ડિજિટલ સ્વરૂપ હશે. એક રીતે, એવું કહી શકાય કે આ સરકાર દ્વારા ગેરંટીવાળું ડિજિટલ વોલેટ હશે. ડિજિટલ ચલણના સ્વરૂપમાં જાહર કરાયેલા એકમોને ચલણમાં રહેલ કરન્સીમાં સામેલ કરવામાં આવશે.

સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય બેંકે સંકેત આપ્યા છે કે આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં ડિજિટલ રૂપિયો તૈયાર થઈ જશે. રિઝર્વ બેંક દ્વારા વિકસાવવામાં આવેલ ડિજિટલ રૂપી બ્લોકચેન તમામ પ્રકારના ટ્રાન્સેક્શન શોધી શકશે. હાલમાં ખાનગી કંપનીઓના મોબાઈલ વોલેટમાં આ સિસ્ટમ નથી.

 ફોનમાં ડિજિટલ કરન્સી રહેશે
આ અંગે ખુલાસો કરતાં સૂત્રએ જણાવ્યું કે હાલમાં લોકો ખાનગી કંપનીઓના ઈલેક્ટ્રોનિક વોલેટનો ઉપયોગ કરીને ખાનગી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરે છે. આ નાણાં તેમની પાસે રહે છે અને આ કંપનીઓ કોઈપણ વ્યવહાર પર ગ્રાહકો વતી વેપારીઓ એટલે કે દુકાનદારો વગેરેને ચૂકવણી કરે છે.

જ્યારે ડિજિટલ ચલણના કિસ્સામાં, લોકોના ફોનમાં ડિજિટલ કરન્સી તો હશે જ અને તે કેન્દ્રીય બેંક પાસે હશે. તે કેન્દ્રીય બેંકમાંથી કોઈપણ દુકાનદાર વગેરેને ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે સંપૂર્ણ સરકારી ગેરંટી હશે.

સૂત્રએ જણાવ્યું કે જ્યારે કોઈ કંપનીના ઈ-વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે તે કંપનીનું 'ક્રેડિટ' રિસ્ક પણ આ પૈસા સાથે જોડાયેલું હોય છે. આ સિવાય આ કંપનીઓ ફી પણ વસૂલે છે. સૂત્રે જણાવ્યું હતું કે, "આ વૉલેટ લઈ જવાને બદલે, હું મારા ફોનમાં પૈસા રાખવા ઈચ્છું છું." માટે સરકારની આ યોજના આવનાર સમયમાં ખાસ્સી કારગર નીવડે એવી શક્યતા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Digital rupee Gujarati News Indian Government business ડિજિટલ રૂપિયો Digital Rupee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ