બ્રેકિંગ ન્યુઝ
VTV / Digital gujarat usage how to apply for several services
Last Updated: 11:48 AM, 20 October 2021
ADVERTISEMENT
ઇન્કમ સર્ટીફિકેટ, રાશન કાર્ડ, રાશન કાર્ડમાં સુધારા વધારા, સર્ટીફીકેટ્સ, કાસ્ટ સર્ટીફીકેટ, આર્થિક રીતે પછાત સર્ટીફીકેટ જેવી સુવિધા માટે તમારે સરકારી કચેરી જવાની જરૂર નથી, માત્ર એક ક્લિકથી તમે આ ડૉક્યુમેન્ટ ઘરે બેઠા જ લઇ શકશો. આ બધુ શક્ય બન્યુ છે ડિજીટલ ગુજરાત પોર્ટલ થકી. તો આવો જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવો.
ADVERTISEMENT
ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
સોથી પહેલા ગૂગલમાં Digital gujarat portal કે https://www.digitalgujarat.gov.in પર ક્લિક કરો
ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે જેમાં તમને ન્યૂ યુઝર કે રજીસ્ટર્ડ યુઝર એક 2 ઓપ્શન દેખાશે.
જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તેમાં માત્ર તમારી લોગ ઇન ડિટેઇલ્સ નાંખવાની રહેશે.
નવા રજીસ્ટ્રેશન માટે આ સ્ટેપ ફૉલો કરો
ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો, બાદમાં એક પેજ ખુલશે.
તેમાં તમારે મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ નાંખી એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. બાદમાં તમારું અકાઉન્ટ ક્રિએટ થઇ જશે.
જે બાદ તમારે ફરી મેઇન પેજ પર જઇને રજીસ્ટર્ડ યુઝરમાં જઇ લોગ-ઇન પાસવર્ડ નાંખવાનો રહેશે. જે બાદ નવું પેજ ખુલશે
કેવી રીતે થશે કામ
લોગ ઇન થયા બાદ તમને એક પેજ દેખાશે, જેના પર ક્લિક કરવાથી 45 જેટલી અલગ કેટેગરી દેખાશે.
જેમાં રાશનકાર્ડ સંબંધિત, ઇન્કમ સર્ટીફિકેટ, આર્થિક રીતે પછાત વર્ગ માટેનું સર્ટીફીકેટ, બિન અનામત વર્ગ, ઇલેક્ટ્રીક વ્હીકલની સબ્સિડી ફોર્મ જેવી અલગ અલગ કેટેગરી છે.
જે સર્ટીફીકેટ જોઇએ છે તેના પર ક્લિક કરશો એટલે બધી માહીતી મળી જશે, બની શકે કે 20 થી 50 રૂપિયા ફી પેમેન્ટ કરવાનું આવે તો એ પણ આ જ વૅબસાઇટથી થઇ જશે.
અન્ય ફાયદા
આ પોર્ટલમાં તમે પહેલા પણ કોઇ રિકવેસ્ટ કરી હશે તો HOME પર ક્લિક કરવાથી તમને જૂની રિકવેસ્ટ દેખાશે.
સ્કોલરશીપ માટે પણ અપ્લાય કરી શકીએ છીએ, જેના માટે તમે સ્કોલરશીપ પર ક્લિક કરશો તો આગળની માહીતી પણ બતાવશે.
આ માહીતી મેળવ્યા બાદ કન્ટીન્યુ કરી એક ફોર્મ આવશે, જેને ઓનલાઇન ભરીને તમે સીધી જ સ્કોલરશીપ અપ્લાય કરી શકશો.
સ્કોલરશીપ રિકવેસ્ટ નંબર, સ્કોલરશીપનું સ્ટેટસ વગેરે જોઇ શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT