બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ શહેરોમાં ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ! નવી કાર લેતા પહેલા જાણો નવા નિયમો

કામની વાત / આ શહેરોમાં ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ! નવી કાર લેતા પહેલા જાણો નવા નિયમો

Last Updated: 01:09 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધની ચર્ચા ચાલી રહી છે, જેનો ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. આ ફેરફાર વાહનોને પણ અસર કરી શકે છે.

હાલમાં ભારતમાં વધતી વસ્તી અને વાહનોના વધવાની સાથે વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આને ધ્યાનમાં રાખીને એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટીએ 2027 સુધીમાં તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે.

કયા શહેરોમાં લાગુ થશે આ પ્રતિબંધ

સરકારનો આ પ્રસ્તાવ માત્ર તે શહેકોમાં લાગુ કરવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધારે છે અને વસ્તી 1 મિલિયનથી વધારે છે. તે સાથે જ 10 વર્ષથી જૂની ડીઝલની ગાડીઓ પર પણ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પ્રતિબંધ પેટ્રોલ પર ચાલતા કેટલાક વાહનો પર પણ લાગુ થઈ શકે છે.

ડીઝલ કાર પર પ્રતિબંધની અસર

ભારતમાં ડીઝલનો ઉપયોગ કુલ ફ્યુલના બે-પાંચમા ભાગનો છે જેમાંથી 80 ટકાનો ઉપયોગ થાય છે. વર્ષ 2013માં ડીઝલ કારના વેચાણમાં દેશમાં કુલ પેસેન્જર ગાડીઓનું વેચાણ 48 ટકા હતું પરંતુ 2021-22 સુધી તે ઘટીને 20 ટકા ઓછું થયું. જો ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે તો તેનાથી વાહન ઉદ્યોગ પર ખરાબ અસર પડશે. ઘણી ગાડીઓના નિર્માતાઓએ BS VI ધોરણો હેઠળ ડીઝલ એન્જિનમાં રોકાણ કર્યું છે તે આ પ્રતિબંધ પછી નકામું બની શકે છે.

Financial Freedom | આ ગણિતથી આર્થિક સ્વતંત્રતા મેળવવી બનશે સરળ

ડીઝલ વાહનો પર પ્રતિબંધનું કારણ

ડીઝલ ગાડીઓમાંથી નાઈટ્રોન ઓક્સાઈડ અને અન્ય હાનિકારક વસ્તુઓ નીકળે છે જે વાયુ પ્રદૂષણને વધારે છે. તેનાથી માટી અને પાણીની ગુણવત્તા પર અસર થાય છે. સરકાર ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે નીતિ બનાવી રહી છે અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહી છે. ઈલેક્ટ્રિક ગાડીઓથી દેશમાં તેલની આયાતમાં ઘટાડો થશે અને વાયુ પ્રદૂષણમાં પણ સુધારો થશે.

તમારે ડીઝલ કાર ખરીદવી જોઈએ ?

જો તમે ડીઝલ કાર ખરીદીવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રતિબંધ આવનાર સમયમાં લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં જ રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ ડીઝલ કારના ઉત્પાદકોને આ કારોનું ઉત્પાદન બંધ કરવાની ચેતવણી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

indian government diesel vehicles Ban Ban On Diesel Vehicles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ