બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / VIDEO : 'હિંદુ છું એટલે મારી ધરપકડ ન કરાઈ', આખાબોલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે છેડી મોટી ચર્ચા
Last Updated: 04:18 PM, 18 September 2024
છૂટા મોંએ પોતાની વાત કહેવા માટે જાણીતી બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એક વાર ચર્ચામાં આવી છે. સ્વરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે જવાહર લાલ નેહરુ યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી જેલમાં બંધ ઉમર ખાલિદ જેવા મુસ્લિમ યુવાનના પક્ષમાં બોલી હતી. દેશના ન્યાય તંત્ર પર સવાલ ઉઠાવતાં તેણે કહ્યું કે ચાર વર્ષથી જેલમાં કેદ ઉમર ખાલિદ કેસમાં સુનાવણી માટે જજોની પાસે સમય નથી પરંતુ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની પાસે પીએમ મોદી સાથે ગણેશ પૂજા કરવાનો સમય છે.
ADVERTISEMENT
Many Muslim youths including Umar Khalid, Sharjeel Imam etc are in jail for the last 4 years in Delhi Riot cases..I also protested but they have not arrested me. Why? Just because I am a hindu. CJI has time for Ganesh Puja with Modi but no time to hear their cases: Swara Bhaskar pic.twitter.com/D4Ff2n9KdQ
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 18, 2024
હું હિંદુ હોવાથી જેલમાં ન પુરાઈ
ADVERTISEMENT
સ્વરાએ કહ્યું કે 2020ના દિલ્હીના કોમી તોફાનોના વિરોધમાં થયેલા આંદોલનમાં હું પણ સામેલ હતી તેમ છતાં તેને જેલમાં ન પૂરાઈ કારણ કે તે એક હિંદુ છે અને બીજા લોકો મુસ્લિમો હતા તેથી તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યાં. સ્વરાએ કહ્યું કે શા માટે ખાલિદ અને અન્ય કાર્યકરો ચાર વર્ષથી જેલમાં બંધ હોવા છતાં તેમની જામીન સુનાવણી માટે તારીખ સુરક્ષિત કરી શક્યા નહીં. "મેં પણ મારો અવાજ ઉઠાવ્યો હતો અને આંદોલન દરમિયાન વિરોધ કરનારાઓમાંનો એક હતી તેમ છતાં પણ મને જેલમાં ન ધકેલી દેવાઈ શા માટે? કારણ કે યોગાનુયોગ, મારો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો. તેઓએ વિચાર્યું હશે કે મને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું ઘણું વધારે હશે.
<script async src="//www.instagram.com/embed.js"></script>
હિંદુઓને આતંકવાદી ચીતરવા અઘરું કામ- સ્વરા
સ્વરા ભાસ્કરે કહ્યું કે તમે એક મુસ્લિમને આતંકવાદી તરીકે લેબલ કરી શકો છો, પરંતુ તેઓએ વિચાર્યું જ હશે કે એક હિન્દુ ભૂતપૂર્વ નેવી ઓફિસરની પુત્રીને આતંકવાદી તરીકે ટેગ કરવાનું થોડું વધારે થઈ રહેશે. સ્વરાએ દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ અમિત શર્માની પણ ટીકા કરી, જેમણે જેલમાં કેદ મુસ્લિમ વિદ્યાર્થી નેતાઓની અરજી પર સુનાવણી કરવામાંથી પોતાની જાતને ખસેડી લીધી હતી. સ્વરાએ સવાલ છેડ્યો કે તમને આ નેતાઓની અરજી પર સુનવાણી કરવામાંથી શું બીક લાગતી હતી? અમે જે ટેક્સ ચૂકવીએ છીએ તેમાંથી તમે તમારો પગાર મેળવો છો. તો પછી તમે તમારી જવાબદારીમાંથી કેમ છટકી જાવ છો?
વધુ વાંચો :
શું હતા દિલ્હીના રમખાણો?
2020માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ સમગ્ર દિલ્હીમાં વિરોધ ફાટી નીકળ્યો. આ તીવ્ર વિરોધ પ્રદર્શનનમાં 53 જેટલા લોકો માર્યા ગયા હતા, અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.