Did this Ahmedabad corporator contest the election from a Muslim to a Hindu?
સત્ય-અસત્ય /
શું અમદાવાદના આ કોર્પોરેટરે મુસ્લિમમાંથી હિન્દુ બની ચૂંટણી લડી? મામલો કોર્ટમાં પહોંચ્યો
Team VTV08:24 PM, 06 Mar 21
| Updated: 08:30 PM, 06 Mar 21
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર નીરવ કવિ ધર્મથી હિન્દુ નહીં મુસ્લિમ હોવાની અરજી મામલે લોઅર કોર્ટે નીરવ પાસે જવાબ માગ્યો છે.
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર સામે કોર્ટમાં અરજી
કોર્પોરેટર નિરવ કવિ સામે લોઅર કોર્ટમાં અરજી
નિરવ કવિ હિન્દુ નહીં પણ મુસ્લિમ હોવાની અરજી
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર સામે કોર્ટમાં અરજી થઈ છે. કોર્પોરેટર નીરવ કવિ સામે લોઅર કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં એવો દાવો કરાયો છે કે, નીરવ કવિ હિન્દુ નહીં પણ મૂસ્લિમ છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા નીરવ કવિ વિરુદ્ધ અરજી કરાઈ છે. હાલમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર જન્મે મુસ્લિમ હોવાનો આરોપ છે. અને હિન્દુ નામ ધારણ કરીને ચૂંટણી લડ્યાનો કવિ પર આરોપ લાગ્યો છે.
અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર નીરવ કવિ ધર્મથી હિન્દુ નહીં મુસ્લિમ હોવાની અરજી મામલે લોઅર કોર્ટે નીરવ પાસે જવાબ માગ્યો છે. નીરવ કવિ અમદાવાદના નવરંગપુરા વોર્ડમાંથી ચૂંટાયા છે. તેના પિતાનું નામ સિકંદર મીર હોવાનો આરોપ પણ લાગ્યો છે. માતાનું નામ અમિતા સિકંદર હોવાનો કોંગ્રેસના ઉમેદવારે આરોપ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારે સ્થાનિક કોર્ટમાં અરજી કરતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મનપામાં ભાજપની પ્રચંડ જીત નોંધાઈ છે. શહેરી વિસ્તારમાં ભાજપ પર જનતાનો વિશ્વાસ અકબંધ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ભાજપનો ભવ્ય વિજય જોવા મળ્યો છે. તો જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની નોંધપાત્ર જીત થઈ છે.