બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આર અશ્વિને કર્યું બોલ ટેમ્પરિંગ? TNPL ભૂચાલ, સબૂત મળ્યું તો લેવાશે કડક એક્શન
Last Updated: 10:38 PM, 16 June 2025
આર અશ્વિન, એ નામ જે ભારતીય ક્રિકેટ માટે એક ઉદાહરણ સાબિત થયું. અશ્વિન વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક રહ્યા છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી અને તેના માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા. અશ્વિને ગયા વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમને યાદગાર વિદાય મળી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ જાણીતા નામ પર તમિલનાડુ પ્રીમિયર લીગમાં ગંભીર આરોપો લાગ્યા છે.
ADVERTISEMENT
ફ્રેન્ચાઇઝીએ આરોપો લગાવ્યા
TNPL માં, ફ્રેન્ચાઇઝ મદુરાઇ પેન્થર્સ દ્વારા અશ્વિન પર બોલ ટેમ્પરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. અશ્વિન તેમજ તેની ફ્રેન્ચાઇઝી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 14 જૂને અશ્વિનની ફરિયાદ દાખલ થયા પછી, TNPL ના આયોજકોએ હવે આ મામલે મદુરાઇ પેન્થર્સ પાસેથી પુરાવા માંગ્યા છે. જોકે, હાલમાં ફરિયાદ સ્વીકારવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સગાઈના 12 દિવસમાં કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધા મંગેતરના PHOTOS, થયું શું?
અશ્વિન પર કેમ આરોપ મૂકવામાં આવ્યા?
ADVERTISEMENT
ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું હતું કે અશ્વિને બોલને ભારે બનાવવા માટે રાસાયણિક રીતે ટ્રીટ કરેલા ટુવાલનો ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે બોલ વાગતાં જ ટેમ્પરિંગથી ધાતુનો અવાજ આવ્યો હતો. આ આરોપોને TNPLના CEO પ્રસન્ના કન્નન દ્વારા સ્વીકારવામાં આવ્યા છે, પરંતુ તેના માટે પુરાવા માંગવામાં આવ્યા છે. જો પુરાવા મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.