બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 18 July 2024
યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ ટ્રેન અકસ્માત કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટ્રેનના લોકો પાયલટે દાવો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ દાવો કરનાર લોકો પાયલટનું નામ ત્રિભુવન છે.
ADVERTISEMENT
ટ્રેનને ઉડાવી દેવાનું કાવતરુ તો નહોતું કરાયુંને?
પાયલટ ત્રિભુવનના વિસ્ફોટના અવાજના દાવા બાદ રેલવેએ ષડયંત્રના એંગલથી પણ તપાસ શરૂ કરી છે. એક્સિડન્ટ પહેલા વિસ્ફોટ થવાનો અર્થ ત્યાં કંઈક વિસ્ફોટક પદાર્થ મૂકીને ટ્રેનને ઉડાવી દેવાનું કાવતરુ તો નહોતું કરાયુંને? આ વિષય પર તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
6 coaches of Chandigarh - Dibrugarh Express de-railed near Gonda UP.
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 18, 2024
4 casualties several injured.
These train accidents are increasing day by day. Govt. Must focus on conspirators because railway infrastructure is much better than before. @AshwiniVaishnaw#DibrugarhExpress pic.twitter.com/GFHlEf4Yk8
ટ્રેન એક્સિડન્ટમાં 5 થી વધુના મોત
યુપીના ગોંડામાં ચંદીગઢથી ગોરખપુર થઈને આસામ જઈ રહેલી ડિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. અકસ્માતને કારણે આ રૂટ પરથી પસાર થતી 11 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે અને 2 ટ્રેનો રદ કરવામાં આવી છે.
ચમત્કાર થયો કે જીવતો છું-પ્રવાસી
એક્સપ્રેસ ટ્રેનના એક મુસાફરે પોતાનો અનુભવ કહેતાં કહ્યું કે ટ્રેનના ચાર એસી ડબ્બા ખડી પડ્યાં છે, મારો જરાકમાં બચાવ થયો. ચમત્કાર છે કે હું જીવતો છું. હું બચી ગયો છે. આ પ્રવાસીની પાછળ બીજા ઘણા પ્રવાસીઓ ચીસાચીસ કરીને રોકકળ કરી રહ્યાં હતા.
વધુ વાંચો : VIDEO : જેવા ચાર AC ડબ્બાં ખડી પડ્યાં કે તરત થયો 'ચમત્કાર', મોતને નજરે જોનારે શું કહ્યું
મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાય
રેલ્વે મંત્રાલયે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી છે. માહિતી આપતા રેલ્વે મંત્રાલયે કહ્યું કે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.