બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Diamond worker Compulsory vacation

ટ્રેડ વોર / હીરાના કારીગરોને ફર‌િજયાત વેકેશન આપવાની નોબત

vtvAdmin

Last Updated: 03:28 PM, 6 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ-સુરત સહિત રાજ્યભરનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીમાં સપડાયેલો છે, જેના કારણે રત્નકલાકારોની હાલત વધુ ને વધુ કફોડી બની રહી છે. તાજેતરમાં જ લાસ વેગાસમાં ડાયમન્ડ અને જવેલરીનો શો યોજાયો હતો તેમાં પણ ગુજરાતના હીરા ઉદ્યોગકારોને પૂરતો પ્રતિસાદ મળ્યો નથી.

હવે છેલ્લા બે મહિના દરમિયાન રફ ડાયમંડની કિંમતમાં થયેલા વધારા અને અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વોરની સીધી અસર જેમ્સ એન્ડ જ્વેલરીના વેપારને મોટા પ્રમાણમાં પડી છે, જેના કારણે રત્નકલાકારો બેરોજગાર બને તેવા સંજોગો ઊભા થયા છે એટલું જ નહીં, મોટા ભાગના  કારખાનાંમાં ૩૦ જૂન સુધી વેકેશન જાહેર કરાયું છે તો કેટલાંક કારખાનાં માત્ર કારીગરોને સાચવવા માટે ચલાવવામાં આવી રહ્યાં છે. 

પોલિશ્ડ  ડાયમંડની વિવિધ કેટેગરીમાં ગત વર્ષની સરખામણીએ ૧પ ટકા કિંમત તૂટી છે. વિશ્વના બજારમાં પોલિશ્ડ ડાયમંડની અપૂરતી માગના  કારણે અમદાવાદ-સુરત અને મુંબઈના ડાયમંડ બજારમાં રત્નકલાકારોને  ફર‌િજયાત ઉનાળુ વેકેશન આપવાની નોબત આવી છે.

પ્રોડક્શનમાં ખોટથી બચવા માટે અઠવાડિયામાં બે રજા રાખવાનું ઘણા સમયથી ચાલતું હતું. હવે રેપાપોર્ટના અહેવાલ મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જુદા જુદા કેરેટના પો‌િલશ્ડ ડાયમંડમાં ૩થી ૧પ ટકાનો ઘટાડો નોંધાયો છે. લાસ વેગાસના જ્વેલરી શોમાં સારા વેપારના બદલે હીરા ઉદ્યોગકારોને અપૂરતા ઓર્ડર મળ્યા છે, જેથી હાલમાં બજારમાં નિરાશાજનક માહોલ છે.

ઓગસ્ટમાં આવી રહેલા તહેવારોની ‌િસઝનમાં સારા ઓર્ડરની અપેક્ષાએ જૂનના અંત પછી કારખાનાંઓ ફરી કાર્યરત થશે. પોલિશ્ડ ડાયમંડમાં ૦.૩૦ કેરેટમાં ૩.૦૭ ટકા, ૦.પ૦ કેરેટમાં ૧.૦૭ ટકા, એક કેરેટમાં ૦.૦૭ ટકા અને ૩ કેરેટમાં ૪ ટકા ઘટાડો નોંધાયો છે. જૂન ર૦૧૮ની તુલનાએ ૧પ ટકા ઘટાડો નોંધાયો છે.

આ અંગે સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે હાલમાં ડાયમંડની માગ ઘટી છે. ૧૧ સાઈઝ ઉપરનો માલ જ ચાલી રહ્યો છે. વિશ્વના બજારમાં પ્રોડક્શન અને ડિમાન્ડ ઘટી છે. આ પરિ‌િસ્થ‌િત થાળે પડતાં હજુ દોઢથી બે મહિના રાહ જોવી પડશે. હાલમાં રત્નકલાકારોને પણ તકલીફ છે, પરંતુ જેટલા પણ કારખાનાં હાલમાં ચાલે તે માત્ર કારીગરોને સાચવવા માટે જ ચલાવવામાં આવી રહ્યાં છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Compulsory Diamond industry Gujarat News Trade war Vacation workers Trade war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ