સુરત: ડાયમંડ કંપનીના મેનેજરે બિલ્ડર સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ

By : kavan 11:22 AM, 11 September 2018 | Updated : 11:22 AM, 11 September 2018
સુરત: શહેરના ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવક સાથે બિલ્ડર્સે છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. યુવાનનો આરોપ છે કે, તેના નામે બેંકમાં બોગસ અકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. છેલ્લા 11 વર્ષથી બેંક ઓફ ઈન્ડિયામાં અકાઉન્ટ હતું.

જેમાં તેના પાનકાર્ડના આધારે અકાઉન્ટ ખોલાયું હતું. આ ખાતામાંથી 11 વર્ષ દરમિયાન 15 કરોડથી વધુના વ્યવહાર 18 જેટલા બિલ્ડર્સના નામે થયા હતા. યુવકે જ્યારે IT રિટર્નમાં TDS રિબેટ મેળવવા માટે ફોર્મ ભર્યું ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. એટલું જ નહીં યુવક છેલ્લા 5 મહિનાથી ધક્કા ખાતો હતો ત્યારે પોલીસે હવે આ મામલે ગુનો નોંધ્યો છે. 

આ યુવકના નામે 75 લાખની પેનલ્ટી બાકી બતાવે છે. જો કે યુવકને આ જાણ થતાં તેને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી તેમ છતાં છેલ્લા 5 મહિનાથી ધક્કા ખાતા યુવકનો પોલીસે હવે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. 

આપને જણાવી દઇએ કે, સુરત શહેરના ડાયમંડનું હબ કહેવામાં આવે છે ત્યારે આ શહેરમાં છેતરપિંડીની એક મોટી ફરિયાદ નોંધતા સમગ્ર કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જો કે, સ્થાનિક પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરીને બિલ્ડરને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story