diabetes signs in your eyes that could mean you have this disease
ચેતી જજો! /
આંખોમાં આવા લક્ષણો જણાય તો ન કરતા ઈગ્નોર, હોઈ શકે છે ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારી
Team VTV07:11 PM, 26 Mar 22
| Updated: 07:12 PM, 26 Mar 22
આજકાલના સમયમાં મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીઝની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડાયાબિટીઝ થવા પર શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી હોય છે.
તમને આંખોમાં લાગે છે આવા લક્ષણો?
ન કરતા ઈગ્નોર
હોઈ શકે છે ડાયાબિટીસ
ડાયાબિટીસની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ભારતમાં પણ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસ થવા પર સૌથી જરૂરી હોય છે કે શરીરમાં બ્લડ શુગર લેવલને મેન્ટેઈન રાખવામાં આવે. શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધારે હોવાના કારણે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓને પડે છે આ તકલીફો
ડાયાબિટીસની સમસ્યા થવા પર દર્દીઓનું પેન્ક્રિયાઝ અથવા તો ઈંસુલિનનું ઉત્પાદન બિલકુલ પણ ન કરી શકે અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં કરે છે. ઈંસુલિન એક હોર્મોન છે જે સામાન્ય રીતે પેન્ક્રિયાઝથી નીકળે છે. આ ગ્લુકોઝને શરીરની કોશિકાઓમાં પ્રવેશ કરવાની પરવાનગી આપે છે. જ્યાં તેનો ઉપયોગ એનર્જી માટે કરવામાં આવે છે.
ટાઈપ 1 ડાયાબિટીઝમાં પેન્ક્રિયાઝમાં ઈંસુલિન બની નથી શકતું. ત્યાં જ ટાઈપ 2 ડાયાબિટીસમાં ઈંસુલિન ખૂબ વધારે પ્રમાણમાં બને છે. શરીરમાં બ્લક શુગર લેવલને મેન્ટેઈન કરવા માટે વધુ માત્રામાં ઈંસુલિનની જરૂર હોય છે.
આંખોથી મેળવી શકાય છે ડાયાબિટીસની જાણકારી
ઘણા એવા લોકો છે જેમને ખબર જ નથી કે તેમને ડાયાબિટીસની સમસ્યા છે. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં આ વાતની જાણકારી તેની આંખોથી પણ મેળવી શકાય છે. આજે અમે તમને આંખોમાં થતો અમુક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને એ જાણવામાં સરળતા રહેશે કે તમને ડાયાબિટીસ છે કે નહીં.
ઝાંખું દેખાવું
જો તમને આંખોમાં ઝાંખું દેખાવવાની સમસ્યા છે તો આ ડાયાબિટીસના સંકેત હોઈ શકે છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાથી આ સમસ્યાને ઠીક કરી શકાય છે. ઘણી વખત તેને સાજા થવામાં અમુક મહિનાઓનો સમય લાગે છે.
મોતિયો
ડાયાબિટીસના દર્દીઓમાં મોતિયો આવવાની સમસ્યા સમય પહેલા જ થવા લાગે છે. જો તમને ડાયાબિટીસ છે તો તમારી આ સમસ્યા ઘણી વધારે વધી શકે છે.
ગ્લુકોમા
આ ત્યારે થાય છે જ્યારે તરળ પદાર્થ આંખોમાંથી બહાર ન નીકળી શકે. તેનાથી આંખો પર દબાણ પડે છે. તેનાથી આંખોની નસો અને બ્લડ સેલ્સને નુકસાન પહોંચે છે. જેનાથી જોવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લૂકોમા હોવાની આશંકા ખૂબ વધારે હોય છે. એવામાં જો તમને માથામાં દુખાવો, આંખમાં દુખાવો, ઝાંખુ દેખાવું અથવા આંખમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ ગ્લુકોમા અને ડાયાબિટીસના કારણે થઈ શકે છે. જરૂરી છે કે તમે તરત તેની તપાસ કરાવો.
ડાયાબિટીસ રેટિનોપૈથી
ડાયાબિટીસ રેટિનાપૈથી એક એવી સમસ્યા છે જે બ્લડ શુગરથી પીડિત વ્યક્તિને રેટિનાને પ્રભાવિત કરે છે. આ રેટિના સુધી લોહી પહોંચાડતી વધારે પાતળી નસોને ઈજા પહોંચવાથી બચાવે છે. જો સમય પર તેની સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિ આંધળું પણ થઈ શકે છે.