બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયાબિટીસના દર્દી જમ્યા પહેલા દવા લેવાનું ભૂલી જાય તો? ડોક્ટરે જણાવ્યું શું કરવું
Last Updated: 08:28 PM, 16 July 2024
ભારતમાં લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી હોય છે. અત્યારની જીવનશૈલીમાં બ્લડ સુગરની સમસ્યા વધી ગઈ છે. આવી કોઈ બીમારીને કંટ્રોલમાં રાખવી જરૂરી છે. ડાયાબિટીસનો દર્દી ખાતા પહેલા એક ગોળી લે છે અને પછી ખાવાનું ખાય છે. કેમ કે આવું કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ADVERTISEMENT
ઘણી વખત લોકો કામના ચક્કરમાં દવા લેવાનું ભૂલી જતા હોય છે અને ખાવાનું ખઈ લેતા હોય છે. આવા લોકો ખાધા પછી દવા લેવાનું ટાળતા હોય છે કેમ કે તેમને ડર હોય છે કે દવા લીધા પછી કંઈ થઈ જશે. ત્યારે આ વિશે અમે તમને અહીં જાણકારી આપીશું કે ખાધા પછી દવા લેવી જોઈએ કે નહીં.
ADVERTISEMENT
ડૉક્ટરે જણાવ્યું દવા લેવાય કે નહીં?
ડાયાબિટીસની ઘણી દવાઓ છે. કેટલીક દવાઓ ખાવાના અડધા કલાક પહેલા અથવા લગભગ 60 મિનિટ પહેલા લેવાની હોય છે. અત્યારે મોટાભાગની દવાઓ એવી છે જેને ખાવાના 5-10 મિનિટ પહેલા અથવા બાદમાં લઈ શકાય છે. પરંતુ જો દર્દી પોતાની ડાયાબિટીસની દવા લેવાનું ભૂલી જાય તો તે જમ્યા પછી પણ લઈ શકે છે. તેનાથી કોઈ નુકસાન નથી થયું પરંતુ દવાની અસર ઓછી થશે.
વધુ વાંચોઃ- છાતીમાં થઈ રહી છે બળતરા? તો ડૉક્ટર પાસે દોડજો, કેન્સરનો હોઈ શકે ઈશારો
દવાઓ નુકસાન નથી કરતી
જો તમે સવારે દવા લેવાનું ભૂલી જાવ છો તો તમે તમારા ડૉક્ટરને પૂછી શકો છો કે આ દવા બપોરે લેવાય કે નહીં. સામાન્ય રીતે ડાયાબિટીસની તમામ દવાઓ સવારની જગ્યાએ બપોરે પણ લઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.