બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Diabetes has to be under control! So adopt this remedy from today, you will get relief

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસને કરવી છે કંટ્રોલમાં! તો આજથી અપનાવો આ ઉપાય, મળશે રાહત

Megha

Last Updated: 04:34 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અપચો, બેઠાડું જીવન, વધુ પડતી ઊંઘ, સ્ટ્રેસ અને મેદસ્વિતા એ ડાયાબિટીસનાં મુખ્ય કારણો હોય છે એવામાં કેટલીક સામાન્ય કાળજી ડાયાબિટીસના દર્દીએ રાખવી જ જોઇએ.

  • ડાયાબિટીસ પાછળ આપણી ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત
  • ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનું કામ ઇન્સ્યુલિન કરે
  • આ સામાન્ય કાળજી ડાયાબિટીસના દર્દીએ રાખવી જ જોઇએ

આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એની પાછળ આપણી ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે ખાવા-પીવામાં શું કાળજી રાખવી જાઈએ. જ્યારે આપણા શરીરમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરવાની ક્ષમતામાં ખોટ આવે ત્યારે ગ્લુકોઝ વપરાયા વિનાનો લોહીમાં પડી રહે છે અને આપણને બ્લડ શુગર વધેલું જણાય છે.

શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. આપણા શરીરમાં નાના આંતરડાની બાજુમાં ડાબી તરફ આવેલી સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી સ્રવતું ઇન્સ્યુલિન હોર્મોન લોહીમાંના ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે. શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું નિયંત્રણ કરતા ઇન્સ્યુલિન હોર્મોનનો સ્રાવ ઓછો થાય, સદંતર બંધ થઈ જાય અથવા તો પછી આ હોર્મોનનો સ્રાવ થવા છતાં બરાબર કામ ન કરી શકે ત્યારે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૮૦થી ૧૨૦ યુનિટ વચ્ચે રહે એ સામાન્ય ગણાય છે. અપચો, બેઠાડું જીવન, વધુ પડતી ઊંઘ, સ્ટ્રેસ અને મેદસ્વિતા એ ડાયાબિટીસનાં મુખ્ય કારણો હોય છે. રોગનાં લક્ષણો અને વ્યક્તિગત તપાસના આધારે સારવાર આપવામાં આવે છે પણ કેટલીક સામાન્ય કાળજી ડાયાબિટીસના દર્દીએ રાખવી જ જોઇએ.

ઘઉં નહીં, ચોખા ખાઓ
લોકો માને છે કે ડાયાબિટીસ થાય એટલે ચોખા ન ખવાય. આ સૌથી મોટી અને ખોટી માન્યતા છે. ખરેખર ઘઉંં કરતાં ચોખા પચવામાં હલકા અને પૌષ્ટિક છે. ડાયાબિટીસના દર્દીઓએ ઓછામાં ઓછા એક વર્ષ જૂના, અનપોલિશ્ડ સાઠી ચોખા વાપરવા. સાઠી એટલે સાઠ દિવસમાં ઊગેલા હોય એ. ચોખામાં રહેલ વધારાનો સ્ટાર્ચ બાળી નાખવા માટે એને પહેલાં કડાઈમાં ધીમી આંચે હલાવીને શેકવા. હળવા બ્રાઉન રંગના થાય એટલે એમાંનો સ્ટાર્ચ બળી ગયો સમજવો. આ ચોખા ભરી રાખવા. એને રાંધતી વખતે ઓસાવીને કાંજી કાઢી નાખવી અને પછી ખાવા. આ ચોખામાંનું લાયસિન ખોરાકમાંથી વિટામિન-બી અને કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે.

મેદસ્વીતા ઘટાડવા જવ ગુણકારી
ઘઉંના બદલે જવ ખાઓ. ડાયાબિટીસના દર્દીઓ મેદસ્વી હોય છે અને તેમના માટે મેદ ઘટાડવો ખૂબ જ આવશ્યક છે. ઘઉંં કરતાં જવમાં અનેકગણું ફાઇબર હોવાના કારણે કબજિયાત દૂર થાય છે. જવ ધીમે ધીમે પચે છે એટલે એનાથી લોહીમાં અચાનક જ શુગર નથી વધતી. રોજ ભોજનમાં જવની રોટલી કે ભાખરી બનાવીને લઈ શકાય. જવથી ‌િલવરનું ફંક્શન પણ સુધરે છે અને શરીરમાં ભરાઈ રહેલો યુરિક એસિડ પણ ઘટે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diabetes Disease control Diabetes diabetes ડાયાબિટીસ ડાયાબિટીસ ઈલાજ ડાયાબિટીસના દર્દીઓ Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ