ડાયાબિટીઝ (Diabetes) ના કારણે તમને કિડની, હાર્ટ ડિઝીઝથી લઈને ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
વધી રહ્યો છે ડાયાબિટીઝનો ખતરો
ખતરાને ઓછો કરવા શું કરશો?
આ આદતો બદલવાની જરૂર
ડાયાબિટીઝ (Diabetes) એક એવી બિમારી છે. જે દુનિયાભરમાં ઝડપથી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઓછી ઉંમરના લોકોમાં પણ આ બિમારી જોવા મળી રહી છે. ડાયાબિટીઝ (Diabetes)ની કંડીશન ત્યારે ઉભી થાય છે જ્યારે શરીર પર્પાપ્ત માત્રામાં ઈન્સુલિન નથી બનાવી શકતુ અને તેનો પ્રભાવી ઢંગથી ઉપયોગ નથી કરી શકતું.
ખતરાને ઓછો અથવા રિવર્સ કરી શકાય છે
એક્સપર્ટ્સ અનુસાર, તમારી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી આદતો, ડાયેટ અને તણાવ જેવી વસ્તુઓ ડાયાબિટીઝના ખતરાને વધારે છે. ફેમિલીમાં જો કોઈને ડાયાબિટીઝ છે તો તેનો પ્રભાવ પણ પડે છે અને તમને આ બિમારી થઈ શકે છે પરંતુ તમે આ ખતરાને ઓછો અથવા રિવર્સ કરી શકો છો.
ડાયાબિટીઝના કારણે તમને કિડની, હાર્ટ હિઝીઝથી લઈને ધણા પ્રકરાની સમસ્યાઓ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એનએક્ટિવ લાઈફસ્ટાઈલ, મસલ માસ લોસના કારણે બને છે જેનાથી ઈંસુલિન રેસિસ્ટેન્સની સમસ્યા આવવા લાગે છે. એવું એટલા માટે કારણ કે તમારી બોડી ફિઝિકલી એક્ટિવ રહેવા માટે બની છે.
અમુક આદતોને બદલો
જો તમે મોટાભાગે ઘઉં અને ચોખા જેવા સ્ટેપલ ફૂડ પર નિર્ભર છો અને ખૂબ વધારે કાર્બોહાઈડ્રેડ લઈ રહ્યા છે તો આ ડાયાબિટીઝના ખતરાને વધારશે. એક્સપર્ટ્સ અનુસાર, આપણી બોડીને કાર્બોહાઈડ્રેટને સરતાથી તોડી લે છે જેથી ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધે છે.
ડાયાબિટીઝના ખતરો વધવાનો બીજો મોટો ફેક્ટર છે સ્ટ્રેસ અથવા તણાવ. સ્ટ્રેસ મેટાબોલિક એક્ટિવિટીને પ્રભાવિક કરે છે અને તેમાં ઘણા પ્રકારના હોર્મોન રિલીધ થાય છે. જેનાથી બ્લડ શુગર વધે છે. ડાયાબિટીઝના ખતરાને રિવર્સ કરવા માટે અમુક આદતોને બદલો. અરલી સ્ટેજ અથવા પ્રી ડાયાબિટીઝ સ્ટેજમાં જ જો તમે અમુક વાતોનું ધ્યાન રાખો તો તેના ખતરાને ઓછું કરી શકાય છે.
કાર્બોહાઈડ્રેડના ઈનટેકને ઓછુ કરો
સૌથી પહેલા એ જાણી લો કે ડેલી ડાયેટમાં તમે કેટલા પ્રમાણમાં કાર્બોડાઈડ્રેટ અને કેલેરી લઈ રહ્યા છે. ડાયાબિટીઝના જોખમને રિવર્સ કરવા માટે સૌથી પહેલા કાર્બોહાઈડ્રેટના ઈનટેકને ઓછુ કરો. તેને 50 ટકા કરી દો. મોટાભાગે લોકો 60થી 70 ટકા કાર્બોહાઈડ્રેટ લે છે. જેવું તમે તેને ફક્ત 10 ટકા ઓછું કરશો, તમને ફેરફાર જોવા મળશે.
વોકિંગ
રોજ વોક કરવું તમારા માટે ઘણા પ્રકારના ફાયદા આપી શકે છે. એક્સરસાઈઝ અને વોકિંગ કરો. તેનાથી પણ ડાયાબિટીઝનો ખતરો ઓછો થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ 15થી 20 મિનિટ એક્સરસાઈઝ કરો.