Dhoni did not just fall in love with Sakshi, you will understand by looking at the pictures
પ્રણયકથા /
ધોની કંઈ એમ જ નથી પડ્યો સાક્ષીના પ્રેમમાં, તસવીરો જોઈને સમજી જશો તમે
Team VTV05:43 PM, 14 Dec 22
| Updated: 05:47 PM, 14 Dec 22
ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી સિંહની લવસ્ટોરી બેહદ રોમાંચક છે.
ધોની અને સાક્ષીની લવસ્ટોરી બેહદ રોમાંચક
કોલકાતાની હોટલમાં પહેલી વાર બન્ને વચ્ચે મુલાકાત
બે વર્ષ પ્રણયના ફાગ ખેલ્યાં, 2010માં લગ્ન
મહેન્દ્રસિંહ ધોની લાખો ચાહકો ધરાવતો ક્રિકેટનો ધૂંઆધાર ખેલાડી છે. હાલમાં તો નથી રમતો. ચાહકો પણ તેની એકે એક ડિટેલ્સ પર નજર રાખતા હોય છે ત્યારે હવે અમે તમને ધોની અને સાક્ષીની બેહદ લવસ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.
તેઓ બન્ને નાનપણથી એકબીજાને જાણે છે.
ધોની અને સાક્ષીના પિતા એક જ કંપનીઓ સાથે કામ કરતા હતા. થોડા સમય બાદ સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થયો અને ધોનીનો પરિવાર રાંચીમાં રહ્યો હતો.
દશ વર્ષ બાદ ધોની અને સાક્ષીની મુલાકાત કોલકત્તાની એક હોટલમાં થઈ હતી. ધોની મેચ રમવા માટે કોલકાત્તાની હોટલમાં રોકાયો હતો.
સાક્ષી આ હોટલમાં ઈન્ટર્નશીપ કરી હતી, દોસ્તી પ્યારમાં પલટાઈ ગઈ હતી. 2008માં એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
માહી અને સાક્ષીએ 2010ના દેહરાદુનમાં લગ્ન કર્યાં હતા તે વખતે તેમના લગ્નની દેશમાં ધૂમ મચી હતી.