બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dhirendra Shastri of Bageshvardham spoke in Gujarat, we will make chutney of eternal opponents...'

નિવેદન / ગુજરાતમાં બોલ્યા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, 'માહોલ ગરમ છે... સનાતન વિરોધીઓની ચટણી બનાવીશું...'

Priyakant

Last Updated: 08:00 AM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Bageshwar In Gujarat News: ગુજરાત આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તેઓ ભક્તિની ભૂમિ ગુજરાતને વંદન કરે છે. ગુજરાતીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે, તમે લોકો ધન્ય છો

  • બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પધાર્યા 
  • આજથી એટલે કે 26 મેથી 7 જૂન સુધી ગુજરાતનાં 4 શહેરોમાં કાર્યક્રમો 
  • ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ ભક્તિની ભૂમિ ગુજરાતને વંદન કરે છે
  • ગુજરાતીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે, તમે લોકો ધન્ય છો: ધીરેન્દ્ર શાસ્ત્રી 

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પધાર્યા છે. આજથી એટલે કે 26 મેથી 7 જૂન સુધી ગુજરાતનાં 4 શહેરોમાં તેમના કાર્યક્રમો યોજાશે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે. આ તરફ ગુજરાત આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, તેઓ ભક્તિની ભૂમિ ગુજરાતને વંદન કરે છે. ગુજરાતીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે, તમે લોકો ધન્ય છો. અહીંના લોકો પર જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. 

ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે અને ભગવાન કન્હૈયાની મથુરામાં સ્થાપના કરવી પડશે. સનાતન ધર્મ માટે સૌએ જાગવું પડશે, જે લોકો કાયર છે તેઓ જ જાગી શકતા નથી. અમે અહીં પહેલીવાર આવ્યા છીએ અને વાતાવરણ ખૂબ જ ગરમ છે.

સનાતન વિરોધીઓ વિશે શું કહ્યું ? 
કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ 10 દિવસ ગુજરાતમાં રહેશે. અમદાવાદમાં 29મી મે સુધી દિવ્ય દરબાર યોજાશે. આ દરમિયાન સનાતન વિરોધીઓની ચટણી બનાવશે. જ્યાં સુધી ધર્મવિરોધીઓનો સુધારો નહીં થાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈ કોર્ટમાં અરજી 
આ તરફ ગુજરાતના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ ગુજરાત હાઇકોર્ટમાં બુધવારે અરજી કરવામાં આવી હતી. જેના પર ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આવેદનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગામી કાર્યક્રમો અંગે પોલીસને સૂચના આપવા માંગ કરવામાં આવી હતી. 

અરજદારે અરજીમાં શું માંગ કરી ? 
અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં માંગણી કરી હતી કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો દરમિયાન કોમી તણાવને પ્રોત્સાહન આપતી કોઈ પ્રવૃત્તિ ન થાય આ અંગે પોલીસને સૂચના આપવામાં આવે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ગુજરાત સરકારે ગુજરાતમાં કેટલીક માર્ગદર્શિકાનો અમલ કર્યો નથી. જોકે કોર્ટે પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પર ભૂતકાળમાં બહુમતી સમુદાયના સભ્યોને લઘુમતી સમુદાય વિરુદ્ધ ઉશ્કેરવાનો આરોપ છે. 

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.

મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ
થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Baba Bageshwar In Gujarat ધીરેન્દ્ર શાસ્ત્રી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ બાબા બાગેશ્વર બાબા બાગેશ્વર ગુજરાત સનાતન વિરોધીઓ Baba Bageshwar In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ