બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dhirendra Shastri, if he has any powers, prove it: Congress leaders give a challenge to Baba of Bageshwar Dham

વિવાદ / કોઈ શક્તિઓ છે તો સાબિત કરી બતાવે ધીરેન્દ્ર શાસ્ત્રી: કોંગ્રેસ નેતાઓએ બાગેશ્વર ધામના બાબાને આપી ચેલેન્જ, રાજકારણ શરૂ

Priyakant

Last Updated: 01:14 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ ફરિયાદ પણ થઈ દાખલ, ડો.ગોવિંદ સિંહે કહ્યું કોઈ શક્તિઓ છે તો સાબિત કરી બતાવે ધીરેન્દ્ર શાસ્ત્રી

  • વિવાદોમાં ફસાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ચેલેન્જ  
  • કોઈ શક્તિઓ છે તો સાબિત કરી બતાવે ધીરેન્દ્ર શાસ્ત્રી: ડો.ગોવિંદ સિંહ
  • કેબિનેટ મિનિસ્ટર કાવાસી લખમાએ પણ મોટું નિવેદન આપ્યું

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ વિવાદોમાં ફસાયેલા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સાથે તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. આ સાથે જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની શક્તિઓ સાબિત કરવી પડશે. તો કેબિનેટ મિનિસ્ટર કાવાસી લખમાએ પણ મોટું નિવેદન આપ્યું છે. 

મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે કહ્યું કે, જ્યારે બાગેશ્વર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે તેઓકેમ ભાગી ગયા ? જો તેમની પાસે ચમત્કારિક શક્તિ છે તો સાબિત કરો. તેમણે કહ્યું, તે સનાતન ધર્મમાં માને છે, પરંતુ તે પાખંડ અને ઢોંગમાં માનતા નથી. દેશમાં મોટી સંખ્યામાં હિન્દુઓ છે. તેઓ પણ પાખંડને યોગ્ય નથી માનતા. 

Photo: बागेश्वर धाम सरकार Facebook 

આ સાથે વિપક્ષના નેતાએ વધુમાં કહ્યું કે, જ્યારે બાબાને નાગપુર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા તેમની શક્તિઓ સાબિત કરવા માટે પડકારવામાં આવ્યો હતો, ત્યારે તેઓ ત્યાંથી કેમ ભાગ્યા? જો તેમનામાં સત્ય હોય તો જવાબ આપો. પ્રમાણિકતાના આધારે જવાબ આપો. તમે તાંત્રિક જેવી પ્રથાનો પ્રચાર કર્યો છે, તે સાબિત કરો.

Photo: बागेश्वर धाम सरकार Facebook 

છત્તીસગઢના કેબિનેટ મંત્રીનો પણ બાબાને પડકાર
મધ્યપ્રદેશના નાગપુર બાદ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને છત્તીસગઢમાં પણ પડકાર મળ્યો છે. કેબિનેટ મંત્રી કાવાસી લખમાએ કહ્યું છે કે, બાબા મારી સાથે બસ્તર જાઓ. જો દિન-પ્રતિદિન ધર્માંતરણ થતું હોય તો હું રાજનીતિ છોડી દઈશ અને જો એવું ન થતું હોય તો તેમણે પંડિતાઈને છોડી દેવું જોઈએ.

શું છે વિવાદ ? 
હકીકતમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 18 જાન્યુઆરીએ રાયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ધર્મ પરિવર્તનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યાં પણ ધર્માંતરણ થઈ રહ્યું છે, ત્યાં તેઓ રામકથા સંભળાવશે. શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, તેમણે ધર્માંતરણ રોકવાનો સંકલ્પ લીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bageshwar Dham અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ Bageshwar Dham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ