કચ્છઃ અબડાસા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર ન કરાતા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ધરણા

By : hiren joshi 07:27 PM, 01 November 2018 | Updated : 07:29 PM, 01 November 2018
કચ્છઃ અબડાસામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની આગેવાનીમાં ધરણા યોજાયા છે. સરકાર દ્વારા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ દુષ્કાળની સ્થિતિ યથાવત્ હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે આક્ષેપ કર્યો છે.

આ મામલે પ્રદ્યુમન સિંહે પ્રતિક્રિયા આપી છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો ફિયાસ્કો થયો છે. હાલમાં કચ્છમાંથી માલધારીઓ હિજરત કરી રહ્યા છે. જેના વિરોધમાં પશુપાલકો સાથે ધારાસભ્ય પણ ધરણામાં જોડાયા છે.

કચ્છ જિલ્લામાં સર્જાઈ અછતની સ્થિતિ
કચ્છ જિલ્લામાં ઓછા વરસાદના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતો અને પશુ પાલકોની દયનિય સ્થિતિ બની છે. જોકે તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઘાસડેપો શરૂ કરાયા છે. પરંતુ આ ડેપોમાં પણ ઘાસ પુરતા પ્રમાણમાં ન હોવાથી પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.Recent Story

Popular Story