કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દેશભરમાં વીજ વિતરણને લઇને એક મોટું નિવેદન કર્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હવે ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રિસિટી એકટમાં સુધારો કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાનનું મોટું નિવેદન
વીજ વિતરણને લઇને કરી મોટી વાત
તમામ રાજ્યોમાં એક સરખા દરે વીજળી મળશે
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે સરકાર એક એવા પ્લાન પર કામ કરી રહી છે જેનાથી તમામ રાજ્યોમાં વીજળીના દરો એકસરખા થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી એકટ 2003માં સુધારા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એ બાબત પર વિચારણા કરી રહી છે કે દેશભરમાં વીજળી માટે એક સરખા (યુનિફોર્મ) ટેરિફ લાગુ કરવામાં આવે.
તમામ રાજ્યોમાં એક સરખા દરે વીજળી મળશે
જો કેન્દ્ર સરકાર આવી કોઇ વ્યવસ્થા લાવશે તો તમામ રાજ્યોમાં એક સરખા દરે વીજળી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ દેવામાં ડૂબેલી વીજ વિતરણ કંપનીઓના નાણાકીય ઓપરેશનને પાટે ચડાવવા માટે નવેમ્બર 2015માં ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના (ઉદય) શરૂ કરી હતી.
સરકારે જાહેર કર્યા બોન્ડ
ઉદય પોર્ટલ અનુસાર 16 રાજ્યો વીજ વિતરણ કંપનીઓના નાણાકીય બોજને ઘટાડવા માટે રૂ.2.32 લાખ કરોડના બોન્ડ જારી કર્યા છે. જ્યારે લક્ષ્ય રૂ.2.69 લાખ કરોડનું હતું.