બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 12:53 PM, 16 May 2020
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ દિવસોમાં જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી છે ત્યારે સૌથી પહેલા આપણે તેની કેપિસીટી ભરવાનું કામ કર્યું છે. અમે લોકોએ 8 મિલિયન ટન દરિયાની અંદર ઓછી કિંમતમાં ખરીદીને રાખ્યું છે. ભારતમાં અંદાજે 25 મિલિયન ટન સ્ટોરેજની ક્ષમતા છે. પ્રોડક્ટ અને ક્રૂડ ઓઇલના રૂપમાં.
દેશને થયેલા ફાયદા અંગે જણાવતાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અત્યારે કુલ મળીને 38 મિલિયન ટન સસ્તી કિંમતોથી તેલ અમે સ્ટોર કરી રાખ્યું છે. આ ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સેન્ટર તેમજ રિફાઇનરીમાં છે. જાન્યુઆી અને એપ્રિલની કિંમતોની જો અમે ગણતરી કરીએ તો 25 હજાર કરોડ રૂપિયા સુધીનો ફાયદો ભારતની જનતાને થયો છે.
ADVERTISEMENT
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જેટલું આપણે સ્ટોરેજ કર્યું છે, જો આપણે આગળ તેનો ઉપયોગ કરીશું તો આપણે જોઇશું કે વાર્ષિક આવશ્યકતાનો 1/4 ઓઇલ આપણે સ્ટોરેજ કરી લીધુ છે. જેનો ફાયદો આવનારા સમયમાં દેશની જનતાને થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત ઝડપથી આત્મનિર્ભર બની રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.