Dharmendra Pradhan Bhupendra Yadav, the two leaders who gave victory to BJP in UP elections
સારથિ /
UP ચૂંટણીમાં જીત સ્ક્રિપ્ટ લખનાર ભાજપના ચાણક્યો, આ બંને પર PM મોદીને છે ખૂબનો ભરોસો
Team VTV10:43 PM, 14 Mar 22
| Updated: 10:45 PM, 14 Mar 22
મોદી-યોગીની ટીમમાં એવા ચાણકય પણ સામેલ છે જેને યુપી ચૂંટણીમાં શાનદાર જીત અપાવી યોગીના સારથિ તરીકે કામ કર્યું છે
યુપી ચૂંટણીમાં જીતના મહારથી
મોદી-યોગીની સાથે પ્રધાન પણ પ્રમુખ
યુપી ભાજપના પ્રભારી છે ધર્મેન્દ્ર પ્રધાન
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો. ઐતિહાસિક જીત સાથે કોઈ મુખ્યમંત્રીની પ્રથમ વખત સત્તામાં વાપસી થઈ. યુપીમાં ભાજપની આ જીતના શિલ્પી પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી છે. પરંતુ આ સિવાય એ ચહેરાઓ છે જેઓ જીતને આકાર આપનારા હતા. તેઓ ચુપચાપ કામ કરતા હતા અને તેમની જ મહેનતું પરિણામ નજરે જોઈ શકાય છે.
ભાજપ પાસે છે અનેક ચાણક્ય
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ચાર રાજ્યોમાં ફરી પાછી ભાજપની સત્તા આવી છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગીનો જાદુ જોરદાર ચાલ્યો. પરંતુ આ બધાની વચ્ચે રાજ્યના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન મોટી ભૂમિકા ચાણક્યના રૂપમાં ઉભરી. તેમણે આ રાજ્યમાં સતત બીજી વખત ભગવા રંગની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી. ભાજપે ગત વર્ષે જ પ્રધાનને પ્રભારી બનાવ્યા હતા. .અને તેઓ સપ્ટેમ્બરથી જ રાજ્યમાં ચૂંટણીની તૈયારીમાં લાગી ભાજપની આ જીતે સાબિત કરી દીધું છે કે પાર્ટીમાં અનેક ચાણક્ય છે જે અલગ અલગ સમય પર ભાજપની જીતના દાવ ચલતા રહ્યા છે. આજે ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ ભાજપના બે એવા સેનાપતિ છે જેમણે પોતાની પાર્ટીની જીત માટે સંપૂર્ણ શક્તિ ઠાલવી દીધી હતી.
ધર્મેન્દ્ર પ્રધાને લખી હતી જીતની સ્ક્રીપ્ટ!
ચાર રાજ્યોમાં ભાજપની જીતથી એ સાબિત થઈ ગયું કે પાર્ટી માત્ર એક નેતાના વિશ્વાસ પર નથી રહેતી. તેની તરકશમાં અનેક એવા તીર છે જે પાર્ટીને જીતાડવા માટે પોતાની દમખમ દેખાડી શકે છે. પ્રધાને ઉત્તરપ્રદેશમાં સરકાર વિરોધી લહેર પછી એવા સમિકરણ સાધ્યા કે સમાજવાદી પાર્ટી, બહૂજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ ચિત્ત થઈ ગઈ હતી. એવું નથી કે પ્રધાન પહેલી વખત કોઈ રાજ્યમાં ભાજપના પ્રભારી બન્યા હોય. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પ્રધાન પર વિશ્વાસ કરે છે. પ્રધાન પોતાની ટીમ સાથે રાજ્યમાં પ્રધાનમંત્રી મોદીના વિશ્વાસ પર ખરા ઉતર્યા. એવું નથી કે તેમને કંઈ પહેલીવાર આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હોય. આ પહેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક અને બિહારના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. ઉત્તરાખંડમાં ભગવા પાર્ટી માટે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની દેખરેખ કરી હતી.
જીતના સમીકરણની નસ ખૂબ અંદરથી જાણે છે
યુપીમાં પ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, અર્જૂન રામ મેઘવાલ, શોભા કરંદલાજે, અન્નપૂર્ણા દેવી સિવાય પાર્ટીના મહાસચિવ સરોજ પાંડે સહિતના નેતાઓને સહપ્રભારી બનાવવામાં આવ્યા હતા. પ્રધાને પોતાની ટીમ સાથે જીતની રણનીતિ બનાવી હતી. પ્રધાને યુપીમાં જીતના સમિકરણ બનાવવામાં રાજ્યના મહાસચિવ સુનિલ બંસલનો પણ મોટો સહયોગ મળ્યો હતો. બન્ને નેતાઓએ ABVPમાં એક સાથે કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે બન્ને પર પ્રધાનમંત્રી મોદી ઘણો વિશ્વાસ કરે છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના ગૃહ રાજ્ય ઓડિશામાં ભાજપને મજબૂત કરવા માટે ખુબ જ કામ કર્યું છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ઓડિશામાંથી આઠ બેઠક પર જીત અપાવી હતી. પ્રધાનના પ્રભાર દરમિયાન ભાજપે બિહાર, ત્રિપુરામાં સારુ પ્રદર્શન કર્યું હતું. બંગાળમાં પાર્ટીને હાર મળી હતી. કર્ણાટકમાં પાર્ટી બહૂમતિની નજીક પહોંચી ગઈ હતી.
ભૂપેન્દ્ર યાદવ પણ છે ભાજપના ચાણક્ય!
તો ચુપચાપ કામને અંજામ આપનારા ભૂપેન્દ્ર યાદવ પણ પાર્ટીમાં વધુ એક ચાણક્ય છે. યાદવ હાલ મોદી સરકારમાં શ્રમ મંત્રી છે. યાદવની સંગઠનાત્મક ક્ષમતાથી પાર્ટી પણ વાકેફ છે. ચૂંટણી દરમિયાન યાદવે વિપક્ષીઓ માટે એવા એવા દાવ રમ્યા હતા જેના કારણે પાર્ટીને જીત મળી હતી. ગૃહ મંત્રી અમિત શાહ ભૂપેન્દ્ર યાદવ પર ખુબ જ વિશ્વાસ કરે છે. ભૂપેન્દ્ર યાદવ પડદા પાછળ રહીને પાર્ટીની જીતમાં મોટી ભૂમિકા નિભાવતા આવ્યા છે. 2013માં રાજસ્થાન ચૂંટણી હોય કે પછી જો કે 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં યાદવ પ્રભારી રહેતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં ભાજપે યાદવને ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા. તો 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ સામે જોરદાર મુકાબલો કર્યો અને સત્તા બચાવવામાં ભાજપ સફળ થયું.