કોરોના વાયરસની ઝપેટમાં આવ્યાં બાદ સ્વસ્થ થઇ ગયેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્લાઝ્મા દાન કર્યું છે. કોરોનાની ઝપેટમાં આવ્યાં બાદ સ્વસ્થ થયેલા ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય મંત્રી બન્યા છે જેમણે પ્લાઝમા દાન કર્યું છે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ સ્વસ્થ થઇ ગયા બાદ શનિવારના રોજ કટક ખાતે SCB મેડિકલ કોલેજ ખાતે પ્લાઝમાં દાન કર્યું, જેથી કોરોના સંક્રમિત દર્દીઓની જીવ બચાવી શકાય.
પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ તેમજ ઇસ્પાત મંત્રી પ્રધાન હાલમાં જ સ્વસ્થ થઇ પરત ફર્યાં છે. બે અઠવાડિયા પહેલા પ્રધાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ડૉકટરએ ધર્મેન્દ્ર પ્રધાનને આરામ કરવાની સલાહ આપી હતી. હોસ્પિટલમાંથી ઘર પરત ફરતા સમયે તેમણે પ્લાઝામા દાન કરવાનો નિર્ણય લીધો.
ધર્મેન્દ્ર પ્રધાને ઇલાજ બાદ સ્વસ્થ થયેલા લોકોને પ્લાઝમાં દાન કરવા અપીલ કરી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, તેનાથી એક અને આપણે ઘણી જિંદગીઓ બચાવી શકીએ છીએ, તે જ આપણા સમાજ પ્રત્યેની આપણી જવાબદારી પૂરી કરવાની તક છે.