બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dharmendra angry on javed akhtar claim that he refused zanjeer

પ્રતિક્રિયા / જાવેદ અખતરની આ વાત પર ધર્મેન્દ્ર બરાબરના ભડક્યા, કહ્યું- દેખાડાની આ દુનિયામાં...

Arohi

Last Updated: 05:05 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાવેદ અખતરે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રએ જંજીર ફિલ્મને ઠુકરાવી હતી. ગીતકારના આ નિવેદન પર રિએક્ટ કરતા ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું છે.

  • જાવેદ અખતરની આ વાતથી નારાજ થયા ધર્મેન્દ્ર
  • ધર્મેન્દ્રએ કેમ ન હતું કર્યું જંજીરમાં કામ
  • એક્ટરે જાતે કર્યો ખુલાસો

હંમેશા કૂલ રહેનાર ધર્મેન્દ્રનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે ગીતકાર જાવેદ અખ્તર પર નારાજ થતા જોવા મળી રહ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે દાવો કર્યો હતો કે ધર્મેન્દ્ર ફિલ્મ જંજીર માટે પહેલી પસંદ હતા. પરંતુ ત્યારે વાત ન બની. તેમણે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. જાવેદ અખ્તરના આ દાવા પર ધર્મેન્દ્રએ રિએક્ટ કર્યું છે. 

કેમ નારાજ થયા ધર્મેન્દ્ર? 
ધર્મેન્દ્રએ એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચન ફિલ્મ જંજીર માટે તેમની છેલ્લી ચોઈસ હતો. ધર્મેન્દ્ર અને બાકી એક્ટર્સે આ ફિલ્મ ઠુકરાવી દીધી હતી કારણ કે તેના હિરોને સીરિયસ, કઢોર, કડક વ્યક્તિની જેમ મૂવીમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

તેના પર રિએક્ટ કરતા ધર્મેન્દ્રએ ટ્વીટ કરી લખ્યું- જાવેદ કેમ છો... દેખાડાની આ દુનિયામાં હકીકત દબાઈ જાય છે. જીવતા રહો... દિલોને હસાવવા ખૂબ આવડે છે.... કાશ માથા પર ચઢીને બોલવાનું જાદૂ પણ સીખી લીધુ હોત. બીજા ટ્વીટમાં ધર્મેન્દ્રએ લખ્યું- જંજીરને ઠુકરાવવાના કારણે મારી ઈમોશનલ બાધા હતી. જેનો ઉલ્લેખ મેં આપકી અદાલતમાં કર્યો હતો. માટે પ્લીઝ મને ખોટુ ના સમજો. હું હંમેશા જાવેદ અને અમિતને પ્રેમ કરતો રહ્યો છું. 

વાત આટલી જરૂર છે પરંતુ અહીં જ પુરી નથી થતી. આખરે એ કયુ કારણ હતું જેના કારણે ધર્મેન્દ્રને ખરાબ લાગ્યું. ફિલ્મને રિજેક્ટ કરવું અને ફિલ્મને મજબૂરીમાં છોડી દેવું અલગ મામલો છે. આટલી વાતને સિનેમાના હીમેને એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી. 

ધર્મેન્દ્રએ કેમ ન હતું કર્યું જંજીરમાં કામ? 
ધર્મેન્દ્રએ ટીવી શોમાં જંજીરને ઠુકરાવવાનું કારણ જણાવ્યું હતું. ધર્મેન્દ્રએ કહ્યું હતું- જંજીર હું ન કરી શક્યો તેમી મને ખુશી પણ છે અને દુખ પણ. મેં આ ફિલ્મ સાડા 17 હજારમાં ખરીદી હતી. મારી એક કઝીન સિસ્ટર છે તેણે ક્રોધી ફિલ્મ બનાવી હતી. તેમણે ક્યારેય પ્રકાશ મેહરાને ફિલ્મ માટે અપ્રોચ કર્યા ન હતા. ત્યારે પ્રકાશે ઈનકાર કરી દીધી. તો મારી બહેને મને આવીને કસમ આપી. 

બહેને મને ઈમોશનલ બંધનમાં બાંધી દીધો. ઘરના લોકોએ પણ ઈનકાર કર્યો. બહેનના કહેવા પર મેં આ ફિલ્મ છોડી દીધી. કસમે મને રોકી લીધો. બહેનની પ્રકાશ મેહરાને લઈને ખુન્નસના કારણે મને આ ફિલ્મ છોડવી પડી. મને ફિલ્મ છોડતી વખતે ખૂબ દુખ થયું હતું. નહીં તો આ મારી ફિલ્મ હતી. આ લાઈનમાં એવું થતું રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra Javed Akhtar zanjeer  જાવેદ અખતર ધર્મેન્દ્ર javed akhtar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ