બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પૈસાને પામવું હોય તો આ ઉપાય કરી લેજો, માધ પૂર્ણિમા પર શુભ યોગ, નસીબદાર કહેવાશો

ધર્મ / પૈસાને પામવું હોય તો આ ઉપાય કરી લેજો, માધ પૂર્ણિમા પર શુભ યોગ, નસીબદાર કહેવાશો

Last Updated: 07:57 AM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2025ની મહા મહિનાની પૂનમ 12 ફેબ્રુઆરીએ આવશે આ દિવસે સૌભાગ્ય અને શોભના એમ બે શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષચાર્યો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ખાસ કૃપા 3 રાશિઓના જાતકો પર સવિશેષ રહેશે.

વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025 ની મહા મહિનાની પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ આવશે. હિન્દુ ધર્મમાં માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ તિથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ તિથીના દિવસે બુધવાર છે જેનો સ્વામી બુધદેવ છે, જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે સાથે જ આ દિવસે સૌભાગ્ય ને શોભન એમ બે વિશેષ શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.

માઘ પૂર્ણિમા ના શુભ યોગની રાશિઓ પર અસર

જ્યોતિષના જણાવ્યા મુજબ માઘ પૂર્ણિમા પર બની રહેલા આ દુર્લભ સંયોગની અસર આમતો દરેક રાશિ પર પડશે પરંતુ 3 રાશિઓના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ખાસ કૃપા વરસશે. આ 3 રાશિઓના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે શુભ અવસર પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે અને સંપતિ ખરીદવા માટે આ સમય ખૂબ અનુકૂળ માનવામાં આવે છે, જે સમય સાથે ખૂબ શુભ ફળ આપશે. તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓને ખાસ ઉપાય કરવાથી શ્રી હરિના આશીર્વાદ મળશે.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોના બાકી રહેલા કામ પૂર્ણ થશે અને નવી તકો મળશે. નાણાકીય લાભ અને રોકાણથી જબરદસ્ત લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવો સોદો અથવા મોટો પ્રોજેક્ટ મળશે. કારકિર્દીમાં પ્રમોશન અને માન-સન્માનમાં વધારો થવાની શક્યતા છે.

  • ઉપાય: આ દિવસે પીળા વસ્ત્રો પહેરો, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને ગરીબોને ભોજન દાન કરો.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોતો વિકસિત થતાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં સારા સમાચાર મળશે અને તમારા જીવનસાથીનો સહયોગ વધશે. વિદેશ યાત્રા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની શક્યતા છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને બાકી યોજનાઓ પૂર્ણ થશે.

  • ઉપાય: ભગવાન વિષ્ણુનો દૂધમાં તુલસી મિક્સ કરીને અભિષેક કરો, અને જરૂરિયાતમંદોને સફેદ વસ્ત્રો અને ચોખાનું દાન કરો.

કન્યા રાશિ

આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મોટો લાભ થશે. બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી નાણાકીય મજબૂતી મળશે. લગ્ન યોગ્ય લોકોને સારા સંબંધો મળી શકે છે. તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

  • ઉપાય: આ દિવસે ભગવાન વિષ્ણુને ખીર અને પીળા ફૂલો અર્પણ કરો અને બ્રાહ્મણને દાન કરો અને ગાયને ચારો ખવડાવો.

ધનુ રાશિ

આ રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મળશે. મુસાફરીથી લાભ થશે અને નવી મિલકત ખરીદવાની શક્યતા છે. આધ્યાત્મિક રસ વધશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.

  • ઉપાય: આ દિવસે પીળા ફળો અને કપડાંનું દાન કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, તમને જલ્દી જ સારા સમાચાર મળશે.

વધુ વાંચો: દર્શન કરો ખારાની ખોડિયાર માતાજીના, ખડેશ્રી બાપુએ 12 વર્ષ ખડેપગે તપસ્યા કરી જગ્યાને કરી છે જાગૃત

મીન રાશિ

મીન રાશિના જાતિકો માટે નવી નોકરી અને પ્રમોશનનો યોગ બને છે. વેપારમાં લાભ અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષથી શુભ સમાચાર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. લગ્ન યોગ્ય જાતિકોને શ્રેષ્ઠ લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. માનસિક શાંતિ અને આધ્યાત્મ તરફ વળશો.

  • ઉપાય: ભગવાન વિષ્ણુનો કેસર યુક્ત દૂધથી અભિષેક કરો અને ગરીબોને પીળી મીઠાઈનું દાન કરો, તે લાભદાયી રહેશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Magh Purnima Dharma Zodiac
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ