બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:40 PM, 11 October 2024
હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે. દર વર્ષે આસો મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ રાત્રે ચંદ્ર સંપૂર્ણ રીતે ચમકે છે, એટલે કે ચંદ્ર 16 કલાઓથી સજ્જ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મી માતા પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાં ધન-ધાન્યની કમી ક્યારેય નથી આવતી. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
શરદ પૂનમની તિથિ
ADVERTISEMENT
પંચાંગ અનુસાર, આ વર્ષે આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર, બુધવારે રાત્રે 08:41 કલાકે શરૂ થશે. તે બીજા દિવસે ગુરુવાર, 17 ઓક્ટોબરે સાંજે 04:53 કલાકે સમાપ્ત થશે. એવામાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 05:04 કલાકે ચંદ્રોદય થશે.
શરદ પૂનમનું પૂજા મુહૂર્ત
શરદ પૂનમના દિવસે સાંજે 5.05 કલાકે ચંદ્રોદય થશે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ખીર ચંદ્રના પ્રકાશમાં રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાના ચંદ્રમા 16 કલાઓથી સજ્જ થઈને સમગ્ર વિશ્વમાં પોતાના કિરણો ફેલાવશે. પૂજા પછી ખીરને ખુલ્લા આકાશ નીચે રાખી શકાય છે.
શરદ પૂનમની પૂજા વિધિ
શરદ પૂર્ણિમાની સાંજે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ઘરની સફાઈ કરો અને ઘીનો દીવો કરો. મા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીરની સામે દીવો કરીને ધૂપ કરો. ચાંદની રાત્રે ખીર બનાવો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો. ચંદ્રને જળ અર્પણ કરો. દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
શરદ પૂનમની રાત્રે આપણે ખીર કેમ રાખીએ છીએ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાઓથી યુક્ત હોય છે અને તે રાત્રે અમૃતનો વરસાદ થાય છે. ચંદ્રના કિરણોમાં ઔષધીય ગુણ હોય છે, જે શીતળતા પણ પ્રદાન કરે છે. આ જ કારણથી શરદ પૂનમની રાત્રે ખીર તૈયાર કરીને થોડો સમય ચંદ્રની રોશનીમાં રાખવામાં આવે છે, જેથી ચંદ્રના કિરણોને કારણે તેમાં ઔષધીય ગુણો મળે છે. તેને ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમામ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.
આ પણ વાંચો: મહાકાળી માતાનું અનોખું મંદિર, વર્ષમાં એક વખત સીધી થાય છે મૂર્તિની ગરદન, જાણો રોચક કથા
શરદ પૂનમનું મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે ચાંદની રાતે ખીર તૈયાર કરીને રાખવામાં આવે છે. આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે. આ રાત્રે ચંદ્રમાંથી અમૃત વર્ષા થાય છે, જે તમામ જીવોને સ્વસ્થ બનાવે છે અને દીર્ઘાયુ આપે છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતમાં ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં અમૃત ઓગાળી દે છે, જે ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT