બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 15 January 2025
હિન્દુ ધર્મ શાસ્ત્રમાં સંકટ ચોથના વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દર વર્ષે માઘ મહિનાની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું વ્રત રાખવાની પરંપરા છે. આ દિવસ વિઘ્નહર્તા ગણેશજીને સમર્પિત છે. ભગવાન ગણેશ માટે સંકટ ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે કરેલું વ્રત રાતે ચંદ્રને જળ અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર, સંકટ ચોથનું વ્રત રાખનારાઓની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. સંકટ ચોથનું વ્રત કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
ક્યારે છે સંકટ ચોથ?
ADVERTISEMENT
ઉત્તર ભારત અનુસાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે 4:18 વાગે ચોથ શરૂ થશે અને 18 જાન્યુઆરી શનિવારે સવારે 5:46 વાગે સમાપ્ત થશે. ઉદયતિથી અનુસાર 17 જાન્યુઆરી શુક્રવારે સંકટ ચોથનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે ચંદ્રોદય સાંજે 7:35 વાગે થશે.
કાળા કપડાં પહેરીને ન કરો પૂજા
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં, ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ ગણેશજીની પૂજા થાય છે, ત્યાં ફક્ત શુભ કાર્ય જ થાય છે. તેથી, સંકટ ચોથના વ્રતના દિવસે કાળા વસ્ત્રો પહેરીને ભગવાન ગણેશની પૂજા ન કરવી જોઈએ. કારણ કે કાળો રંગ અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કાળા વસ્ત્રો પહેરીને પૂજા કરવાની મનાઈ કરવામાં આવી છે. સંકટ ચોથના વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ગણેશની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
તુલસી ના ચડાવો
સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને ભૂલથી પણ તુલસી અર્પણ કરવી જોઈએ નહીં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે દૂર્વા અર્પણ કરવું જોઈએ.
અર્ઘ્યનું પાણી પગમાં ના અડે તેનું ધ્યાન
સંકટ ચોથના દિવસે સાંજે ચંદ્રને અર્ઘ્ય આપતી વખતે જળમાં અક્ષત મિક્સ કરીને આપવું જોઈએ. પરંતુ ધ્યાન એ વાતનું રાખવું જરૂરી છે કે અર્ઘ્યના જળના છાંટા પગને ના અડવા જોઈએ.
વધુ વાંચો: ષટતિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે?, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ
સંકટ ચોથના વ્રતનું મહત્ત્વ
ધાર્મિક ગ્રંથોમાં સંકટ ચોથના વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની સાથે સંકટ માતાની પણ પૂજા કરવામાં આવે છે. આ વ્રત રાખવાથી બાળકો સાથેના સંબંધો વધુ મજબૂત બને છે. તેને લાંબા આયુષ્યનું વરદાન પણ મળે છે. ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.