બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નીમ કરોલી બાબાએ જણાવ્યા ગોલ્ડન ટાઇમ શરૂ થવાના સંકેત, દેખાય તો સમજી લેવું લાઇફ ચેન્જ

આસ્થા / નીમ કરોલી બાબાએ જણાવ્યા ગોલ્ડન ટાઇમ શરૂ થવાના સંકેત, દેખાય તો સમજી લેવું લાઇફ ચેન્જ

Last Updated: 12:55 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીમ કરોલી બાબા મહાન સંત હતા, જેમને ભક્તજનો હનુમાનજીનો અવતાર માનતા હતા. તેમના ચમત્કારોની કહાનીઓ ખૂબ જ પ્રખ્યાત છે. જાણો, નીમ કરોલી બાબાએ શુભ દિવસોની આગાહી કરવા માટે કયા સંકેતો વિશે કહ્યું છે?

નીમ કરોલી બાબાનું માર્ગદર્શન

નીમ કરોલી બાબાના આશ્રમ કેંચી ધામમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં ભક્તજનો બાબાના આશીર્વાદ લે છે અને તેમનાં ઉપદેશોને જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે. બાબાએ પોતાના જીવન દરમિયાન અનેક ઉપદેશ આપ્યા છે, જે આજના યુગમાં પણ પ્રાસંગિક છે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે.

તેમણે કેટલાક એવા શુભ સંકેતો વિશે પણ જણાવ્યું છે, જે દર્શાવે છે કે તમારા સારા દિવસો નજીક છે. જો તમને આવા સંકેતો મળતાં હોય, તો સમજવું કે તમારું નસીબ તેજ થવાનું છે.

nim-karoli-2

સારો સમય શરૂ થવાના સંકેતો

  • સાધુ-સંતોના દર્શન

જો તમારું મન સાધુ-સંતોના દર્શન કરવા અથવા તેમના વિચારો સાંભળવા માટે આતુર થાય, અને વારંવાર તમારો સાધુ-સંતો સાથે સંપર્ક થાય, અથવા તમે તેમના દર્શન અચાનક કરી બેસો, તો તે શુભ સંકેત છે. તે સૂચવે છે કે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવાનો છે અને તમારું ભવિષ્ય તેજ થવાનું છે.

  • મન શાંત અને હળવું લાગવું

જો તમારું મન લાંબા સમય સુધી શાંત અને હળવું અનુભવાય, જીવનમાં શાંતિ અને સુખદ અનુભવ થાય, ભવિષ્યની કોઈ ચિંતા ન રહે અને તમે હંમેશા આનંદિત રહો, તો તે પણ સંકેત છે કે તમારા સારા દિવસો નજીક છે. તમને કોઈ મોટી સિદ્ધિ મળવાની છે.

  • પૂજા દરમિયાન આંખોમાંથી આંસુ વહેવા

જો તમે પૂજા-પાઠ કે ધાર્મિક ક્રિયામાં એટલા તલીન થઈ જાઓ કે તમારી આંખોમાંથી સ્વયં આંસુ વહેવા લાગે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમારા પર ઈશ્વરની વિશેષ કૃપા છે અને તમારી ઈચ્છાઓ પૂરી થવાની છે.

nim-karoli-1
  • સપનામાં પિતૃઓનો આશીર્વાદ

જો તમારા સપનામાં પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપતા હોય, તો તે એક શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમે કોઈ શુભ સમાચાર મેળવવાના છો. તમારા જીવનમાં ધનલાભ અને માન-સન્માન વધવાનું છે.

  • ઘરમાં પોપટનું આગમન

જો ઘરમાં વારંવાર પોપટ કે અન્ય પંખીઓ આવવા લાગે, તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધવાનું સૂચવે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે.

વધુ વાંચો: આજે પાપમોચિની એકાદશી: આજના દિવસે અવશ્ય વાંચવી જોઇએ આ કથા, પૂર્ણ કરશે તમામ મનોકામના

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Neem Karoli good time life
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ