બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:10 AM, 9 November 2024
Dev Diwali 2024: આપણા ધર્મમાં દિવાળીનું ખુબ જ મહત્વ છે. તેવી જ રીતે દેવ દિવાળીનું પણ એટલુ જ મહત્વ છે. હિંદુ પંચાગ અનુસાર કારતર મહિનાની પૂર્ણીમાંના દિવસે દેવ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવાળી બધા દેવતાઓની કૃપાને સાથે લઈને આ પર્વ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના 15 દિવસ બાદ આની ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર દેવ દિવાળીના દિવસે દિપદાનનું વિશેષ મહત્વ રહેલુ છે. માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે તમામ દેવ કાશીમાં ઉત્સવ મનાવે છે.
ADVERTISEMENT
દેવ દિવાળી મનાવવાની વર્ષો જુની પરંપરા
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવાની વર્ષો જુની પરંપરા છે. જે આજે પણ નિભાવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે. પણ શું તમે જાણો છો કે આખરે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે અને આ તેનું મહત્વ શું છે.
ADVERTISEMENT
જાણો કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયના હાથોથી તારકાસુરનો વધ થયો હતો. માન્યતાઓ અનુસાર તારકાસુરના વધ બાદ તેના ત્રણેય દિકરા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્દયુન્માલીએ તમામ દેવી-દેવતીઓ સાથે બદલો લેવાની પ્રતિજ્ઞા લિધી હતી. જે બાદ ત્રણેય દૈત્યોએ દિવ્ય અને માયાવી શક્તિઓથી એકબીજાને એક શરીરમાં સમાવી લીધા હતા. એટલે એવુ કહી શકાઈ કે ત્રણેય દૈત્યોએ એક જ શરીમાં પોતાની આત્માઓને સમાવી લીધી. જે બાદ ત્રણેય દૈત્યોએ પોતાનું નામ ત્રિપુરાસુર રાખી લીધું હતુ.
ત્રિપુરાસુરે તપસ્યા કરવાનું શરૂ કર્યુ
ત્રિપુરાસુરે બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કર્યુ. જેથી તેઓ પોતાના પિતાના મૃત્યુનો બદલો દેવો સાથે લઈ શકે. ત્રિપુરાસુરની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે જ્યારે અભિજિત નક્ષત્રમાં સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં ત્રણેય પુરિયાઓ એકસાથે જોવા મળશે. ત્યારે તે સમયે દેવતાઓથી બનેલા રથ અને ગ્રહોથી બનેલા બાણથી જ ત્રિપુરાસુરનો વધ થશે. નહીં તો તેનો ક્યારેય વધ થશે નહીં.
ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ
ભગવાન બ્રહ્માજી પાસેથી મળેલા આ વરદાન બાદ ત્રિપુરાસુરનો આતંક દિવસેને દિવસે વધવા લાગ્યો હતો. જેના કારણે ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. આ ઘટના બાદ ભગવાન શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો. જે બાદ પૃથ્વી માતાએ રથનો આકાર લીધો, સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન તે રથના પૈડા બન્યા.
વધુ વાંચો : તુલસી વિવાહના દિવસે ભૂલથી પણ આ કાર્યો ન કરતા, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે નારાજ
ભગવાન વિષ્ણુ બન્યા રથના સારથી
આ રથના સારથી બન્યા સૃષ્ટી અને ભગવાન વિષ્ણુ બાણ બન્યા. વાસુકી નાગ ધનુષ્ય બન્યા અને મેરુ પર્વત ધનુષ્ય બન્યા હતા.આ બધા દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને ભગવાન શિવે પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. આ દિવસ હતો કારતક મહિનાની પૂર્ણિમાનો દિવસ હતો. જેથી તમામ દેવી-દેવતાઓએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જેથી આ દિવસે ભગવાન શિવની પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ રહેલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.