બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અમદાવાદમાં અગિયારસ માતાનું મૂર્તિમંત સ્વરૂપ ધરાવતું એકમાત્ર મંદિર, 150 વર્ષ જૂનો છે ઈતિહાસ

દેવ દર્શન / અમદાવાદમાં અગિયારસ માતાનું મૂર્તિમંત સ્વરૂપ ધરાવતું એકમાત્ર મંદિર, 150 વર્ષ જૂનો છે ઈતિહાસ

Last Updated: 06:30 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે કે વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ પર આ રીતે માતા અગિયારસના દર્શન નથી થતાં. દેવી અગિયારસનું આવું મૂર્તિ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાનું મંદિર આવેલું છે. આ એ સ્થાનક છે કે જ્યાં શ્રદ્ધાળુઓને શિવ-શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં માતા એકાદશી મૂર્તિ રૂપે વિદ્યમાન થયા છે કહેવાય છે કે વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ પર આ રીતે માતા અગિયારસના દર્શન નથી થતાં. દેવી અગિયારસનું આવું મૂર્તિ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

1

લોકવાયકા મુજબ લગભગ ૧૫૦ વર્ષ પહેલા નવા વાડજ ગામે તળાવ ખોદતા માતા અંબાની સ્વયંભૂ પ્રતિમા મળી આવી હતી. ભક્તોએ આસ્થા સાથે નાનકડી દેરી બનાવી માતાની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિ સ્થાપનાનો તે દિવસ અગિયારસનો હોઈ દેવી અગિયારસ માતાના નામે પ્રસિદ્ધ થયા. મોટાભાગે શ્રદ્ધાળુઓ તેમને માતા અગિયારસીનું જ સંબોધન કરે છે. અને અહીં અગિયારસની તિથિએ માતાના દર્શનનો સવિશેષ મહિમા છે.

2

ગર્ભગૃહ મધ્યે માતા અગિયારસની એકદમ નાનકડી પ્રતિમા વિદ્યમાન છે. સાદગીપૂર્ણ શણગાર સાથે શોભતી દેવીની આ પ્રતિમા અત્યંત ભાવવાહી ભાસે છે. આ અગિયારસ માતા મા અંબાની જેમ જ નિત્ય તેમનું વાહન બદલે છે. કારણ કે તે મૂળે તો દેવી અંબાનું જ સ્વરૂપ મનાય છે. વાડજ ગામમાં રહેતા ભાવિકોને અગિયારસ માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. વર્ષોથી તેઓ નિયમિત માતાજીના મંદિરે અચૂક દર્શન કરવા આવે છે.

3

મંદિરમાં માતાજીની અખંડ જ્યોત આવેલી છે. વાસ્તવમાં તો જગતજનની ભવાની માતા જ અહીં અગિયારસ માતા તરીકે પૂજાઈ રહ્યા છે. અગિયારસ માતાના મંદિરમાં જ ભગવાન શિવનું મંદિર આવેલુ છે. ભગવાન શિવ પાર્વતી સહિત અનેક દેવી દેવતાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે.

4

અગિયારસી માતાનું મંદિર વહેલી સવારે ૫ વાગ્યે ખોલવામાં આવે છે. માતાજીને સ્ન્નાન કરાવી શણગાર કરવામાં આવે છે. સવાર સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે. માતાજીને થાળ અર્પણ કરવામાં આવે છે. .એકાદશીના દિવસે પ્રભુનું નામ સ્મરણ માત્ર કરવાથી ભક્તો ભવબંધનને પાર ઉતરી જતાં હોય છે. તેથી અગિયારસના દિવસે માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે.

5

આ પણ વાંચોઃ દેવશયની એકાદશીનું વ્રત ભૂલથી તૂટી જાય તો શું કરવું? આ ઉપાયોથી મળશે પૂર્ણ ફળ

લોકો દુર દુર થી માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અગિયારસ માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ શ્રીફળ, પેડા અને સુખડીની માનતા માને છે. અને માનતા પૂર્ણ થતાં માને શ્રીફળ, પેડા અને સુખડી અર્પણ કરવા પહોંચી જાય છે. કહેવાય છે કે આસ્થા સાથે અહીં આવનારને માતા અગિયારસ ક્યારેય નિરાશ નથી કરતા . મહિલાઓનું ભજન મંડળ દરરોજ મંદિરમાં ભજન કિર્તન કરી મંદિર પરિસરના વાતાવરણને ભક્તિમય બનાવે છે.

6

અગિયારસ માતાના મંદિર તરફથી શ્રી નવાવાડજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. બાળકોને ભણવામાં માટે આર્થિક મદદ કરવામાં આવે છે. લગ્નમાં માટે પાર્ટી પ્લોટ રાહત દરે આપવામાં આવે છે. શ્રી નવાવાડજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ તરફથી મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Agiyaras Mata Temple Dev Darshan Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ