બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં માતૃ અને પિતૃ બન્ને તર્પણ કરવામાં આવે છે, પાંડવો સાથે જોડાયેલો છે ઇતિહાસ

દેવ દર્શન / ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં માતૃ અને પિતૃ બન્ને તર્પણ કરવામાં આવે છે, પાંડવો સાથે જોડાયેલો છે ઇતિહાસ

Last Updated: 06:10 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે શ્રાવણ માસ, કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના 35થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમા તો 50 થી વધુ શ્રાદ્ધ વિધિના કર્યો દૈનિક કરવામાં આવે છે

ગુજરાતમાં કુલ ત્રણ સ્થળ એવા છે કે જ્યાં પિતૃતર્પણની વિધિ થાય છે. જેમાં પ્રભાસ પાટણ પ્રાચીમાં પિતૃતર્પણ અને સિધ્ધપુર માતૃતર્પણ થાય છે. જો કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક માત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકસાથે અને એક જ જગ્યાએ થાય છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશના જુદાજુદા રાજ્યોમાંથી લોકો પિતૃતર્પણના કાર્ય માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.

1

રફાળેશ્વર મહાદેવના મંદિરની પવિત્ર ભૂમિ પર લોકો ધાર્મિક વિધિ કરીને બ્રહ્મકુંડમાં સ્નાન કર્યા બાદ પારસ પિપળાને એક લોટો જળ ચડાવીને પિતૃઓના મોક્ષની સાથે ધન્યતાનો અનુભવ કરે છે. મંદિર પરીસરમાં આવેલા કુંડમાં ગંગાજી શ્રાવણી અમાસના દિવસે પ્રગટ થાય છે. તે દિવસે કુંડમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. ભાદરવા મહિનામાં લોકો દૂરદૂરના શહેરોમાંથી શ્રદ્ધા પૂર્વક ધાર્મિક વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવમા મંદિરે આવે છે.

શિવજીના અનેક મંદિરો સૌરાષ્ટ્રમાં આવેલા છે અને તે તમામ મંદિરોની સાથે તેના પ્રાગટ્યનું મહત્વ પણ જોડાયેલું છે. મોરબી જીલ્લામાં આવેલા અતિપ્રાચિન મંદિરોમાં રફાળેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન સૌથી મોખરે આવે છે કારણ કે આ મંદિર પાંડવોના યુગથી છે અને સૌ પ્રથમ પાંડવોએ તેમના પિતા પાંડુરાજાના મૌક્ષાર્થે ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં અહી પિતૃતર્પણની વિધિ કરી હતી ત્યારથી રફાળેશ્વર મંદિરે પિતૃતર્પણની વિધિ કરાવવામાં આવે છે અને આ મંદિરે હાલમાં પણ વર્ષ દરમિયાન પિતૃતર્પણ અને માતૃતર્પણની ધાર્મિક વિધિ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. અને નારણબલી, શ્રાદ્ધ વિધિ સહિતની ધાર્મિક વિધિ શ્રધ્ધા પુર્વક કરે છે.

4

મોરબીથી દસ કિલોમિટર અને વાંકાનેરથી અઢાર કિલો મીટરના અંતરે નેશનલ હાઇવેથી એક કિલોમિટરે રફાળેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. એવુ કહેવાય છે કે હાલમાં જ્યાં રફાળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં વર્ષો પહેલા જંગલ હતુ અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તે અહિંયા આવ્યા હતા. જે રીતે જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે તેવી જ રીતે રફાળેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે. અને પાંડવકાળથી મંદિર અસ્તિત્વમાં છે તેના પુરાવાઓ પણ મળી રહ્યા છે. હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે ત્યાં રૈભ્ય નામના મુનિનો આશ્રમ હતો અને શ્વેતધ્વજ મહારાજને એક રીપુફાલ નામનો દિકરો હતો. તેણે નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી ત્યાર બાદ તે ઘાટા વનમાં ફરતો હતો. તે દરમ્યાન રૈભ્યાશ્રમ પાસે પહોંચ્યો અને રૈભ્ય મુનિના ઉપદેશથી રીપુફાલે મહાદેવને પ્રસન્ન કરવા તપ કર્યુ હતુ. અને મહાદેવજી પ્રસન્ન થયા હતા. ત્યારથી રીપુફાલેશ્વર મહાદેવ તરીકે આ પ્રાચીન મંદિર પ્રસિધ્ધ છે અને સમયાંતરે મંદિરના નામનો અપભ્રન્સ થતા આજે લોકો તેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે.

2

એવુ કહેવાય છે કે, અગાઉ રફાળેશ્વર મહાદેવ મંદિરનો અનેક વખત જીર્ણોધ્ધાર થયો હશે. પરંતુ છેલ્લો જીર્ણોધ્ધાર મહાદેવના પરમ ભક્ત ઝવેરી ડાયાલાલે સં.1972માં કરાવ્યો હતો ત્યારે બ્રાહ્મણોના ભોજન માટે, યજ્ઞ માટે અને નારણબલીની વિધિ માટે મંદિરમાં જગ્યા નાની પડતા મોરબીના ધર્મવાત્સલ્ય રાજા લખધીરસિંહજી જાડેજાએ તે સમયે એક લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય અને વિશાળ મંદિર બંધાવ્યુ હતું. મંદિરનું બાંધકામ મજબુત હોવાથી ભૂકંપમાં મંદિરની એકપણ કાંકરી ખરી નહોતી. અને હાલમાં ધાર્મિક વિધિ કરાવી શકાય તે માટે વિશાળ જગ્યા છે તેમજ બ્રાહ્મણો દર શ્રાવણ માસમાં અહી રોકાઈને જપ તપ કરે છે. ભાદરવા મહિનામાં લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે આવે છે તેવી જ રીતે ચૈત્ર અને કારતક મહિનામાં પણ લોકો પિતૃ તર્પણની વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.

7

પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલા ઐતિહાસિક રફાળેશ્વર મંદિરના પટાંગણમાં પારસ પિપળો આવેલ છે. એવું પણ કહેવામાં આવે છે કે, તે પિપળાના દરેક પાન સતયુગમાં એક વખત સોનાના થઇ ગયા હતા. હાલમાં જે લોકો અહીં પિતૃ કાર્ય કરવા માટે કે દર્શન કરવા માટે આવે છે તે લોકો રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા પવિત્ર પિપળાનો માત્ર સ્પર્શ કરે છે એટલે તેમના ઘરમાં કાયમી લક્ષ્મીનો વાસ રહે છે. મનુષ્યના મૌક્ષાર્થે લક્ષ્મીજી અને વિષ્ણુ આ પિપળામાં વાસ કરે છે એટલે અહીં આવેલા લોકો પીપળાને પાણી ચડાવે છે. સતયુગમાં બ્રહ્મકુંડ, ત્રેતાયુગમાં અધમર્દન કુંડ, દ્વાપરયુગમાં કામદ કુંડ અને કળીયુગમાં રફાળેશ્વર મંદિરમાં આવેલા કુંડને દુર્ગતિનાશક કુંડ તરીકે ઓળખવામાં આવે છે.

11

રફાળેશ્વર મંદિરનું ઐતિહાસિક મહત્વ હોવાના કારણે ગુજરાત ઉપરાંત બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શિવજીના દર્શન કરવા માટે આવે છે અને અહીંના શાંત વાતાવરણમાં સમય પસાર કરીને શિવ સાથે જીવનું મિલન થયુ હોય તેવો અનુભવ કરે છે. સામાન્ય રીતે શ્રાવણ માસ, કારતક માસ, ચૈત્ર માસ અને ભાદરવા માસમાં આ મંદિરે ભક્તોની ભીડ વધારે રહે છે. દર વર્ષે ભાદરવા મહિનામાં દરરોજના 35થી વધુ શ્રાદ્ધ વિધિના કાર્ય આ મંદિરના પટાંગણમાં કરવામાં આવે છે અને છેલ્લા દિવસોમા તો 50 થી વધુ શ્રાદ્ધ વિધિના કર્યો દૈનિક કરવામાં આવે છે. બહાર ગામથી અહીં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે આવેલા લોકો માટે મંદિરમાંથી પૂજાવિધિ યજ્ઞકુંડ, પાટલા સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવે છે.

15

ગુજરાત સહિત દેશભરમાં રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતા રફાળેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં પાંડવો દ્વારા પોતાના પિતાના મૌક્ષાર્થે સૌપ્રથમ પિતૃતર્પણની વિધિ કરવામાં આવી હતી ત્યારથી અહી પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરવામાં આવે છે જે હાલમાં પણ યથાવત છે અને આખા વર્ષમાં કુલ મળીને ત્રણ મહિના પિતૃ કાર્ય માટેના આવે છે ત્યારે દેશના જુદાજુદા રાજ્યોમાંથી દર વર્ષે હજારો લોકો તેમના પિતૃઓના મૌક્ષાર્થે પિતૃકાર્ય કરવા માટે રફાળેશ્વર મહાદેવ મંદિરે આવે છે.

આ પણ વાંચોઃ શ્રાદ્ધના પણ છે અનેક પ્રકાર, જાણો તેની સાથે જોડાયેલા નિયમોથી લઇને ધાર્મિક મહત્વ વિશે

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shradh Vidhi Shree Rafaleshwar Mahadev Temple Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ