બ્રેકિંગ ન્યુઝ
3 ફોટો ગેલેરી
Last Updated: 11:26 PM, 21 March 2025
1/3
હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત 2081ની છેલ્લી એકાદશી તિથિ ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઉજવાશે. આ એકાદશીને પાપામોચિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીને વર્ષની દરેક 24 એકાદશીઓમાં ખાસ માનવામાં આવે છે કારણ કે આ એકાદશી દરેક પાપોનો નાશ કરે છે. શાસ્ત્રો મુજબ પાપામોચિની એકાદશી પર વ્રત રાખવાથી પાછલા જન્મો અને આ જન્મના દરેક પાપો નાશ પામે છે.
2/3
2025 હિન્દુ ધર્મ મુજબ દરેક એકાદશી તિથિઓ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન માટે ઉપવાસ કરવામાં આવે છે અને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેના કારણે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે. ભગવાન વિષ્ણુ ઇચ્છાઓ પૂરી કરે છે. આ વર્ષે પાપામોચિની એકાદશીનું વ્રત 26 માર્ચ બુધવારના રોજ રાખવામાં આવશે.
3/3
પાપામોચિની એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. તેમાં ગંગાના પાણીથી સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને એકાદશીનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો. ત્યાર બાદ પૂજા સ્થળ સાફ કરો. ગંગાજળ છાંટીને સ્થળને શુદ્ધ કરો. વિધિ મુજબ ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુના મંત્રો, સ્તોત્રો વગેરેનો પાઠ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુના મહા મંત્ર 'ૐ નમો: ભગવતે વાસુદેવાય'નો જાપ કરવાથી ઉપવાસ કરતાં લાખો ગણો વધુ લાભ મળે છે. એકાદશીનું વ્રત ફક્ત ફળો ખાઈને રાખવું જોઈએ. બીજા દિવસે એટલે કે બારસે ઉપવાસ તોડો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ