બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / નવરાત્રિના એક દિવસ અગાઉ થવા જઇ રહ્યું છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જે વધારશે આ જાતકોનું ટેન્શન
Last Updated: 07:35 AM, 19 March 2025
સૂર્ય ગ્રહણની તારીખ અને સમય
ADVERTISEMENT
ચંદ્ર ગ્રહણ બાદ હવે ટૂંક સમયમાં વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ ગ્રહણ 29 માર્ચ, શનિવારના રોજ લાગશે. જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્ય ગ્રહણના બીજા જ દિવસે ચૈત્ર નવરાત્રિ શરૂ થશે, એટલે કે માતા દુર્ગાના નવ પવિત્ર દિવસ શરૂ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ ગ્રહણ મીન રાશિ અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં લાગશે. ચાલો જાણીએ કે આ ગ્રહણ કઈ રાશિ માટે અશુભ સાબિત થશે અને તેનું સૂતક માન્ય હશે કે નહીં.
ADVERTISEMENT
સૂર્ય ગ્રહણની અવધિ
ચૈત્ર નવરાત્રિ પહેલા લાગતું આ ગ્રહણ આંશિક સૂર્ય ગ્રહણ હશે. તે 29 માર્ચે બપોરે 2:21 થી સાંજે 6:16 સુધી રહેશે, કુલ 3 કલાક 53 મિનિટ સુધી તેનો પ્રભાવ રહેશે.
ચૈત્ર નવરાત્રિ પર ગ્રહણનો પ્રભાવ
નવરાત્રિની કળશ સ્થાપનાને લઈને લોકોમાં શંકા છે કે આ ગ્રહણ તેનો કોઈ પ્રભાવ તો નહીં પાડી? પરંતુ, આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું નથી, એટલે ચૈત્ર નવરાત્રિના કળશ સ્થાપનામાં કોઈ વિઘ્ન નહીં આવે.
આ 2 રાશિ માટે ખતરો
આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ મેષ અને વૃશ્ચિક રાશિ માટે અશુભ ગણવામાં આવે છે. આ રાશિના જાતકોને આગલા એક મહિના સુધી સાવધાની રાખવી પડશે. આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
વધુ વાંચો: ચૈત્રી નવરાત્રી પહેલા સૂર્યગ્રહણનો ઓછાયો, જે આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.