બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:36 AM, 19 May 2025
હિંદુ ધર્મમાં મંદિર દર્શનના નિયમો
ADVERTISEMENT
મંદિર જવું એ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી, પરંતુ તેનો માનસિક, ભાવનાત્મક અને સામાજિક લાભ પણ છે. મંદિરનું શાંત અને પવિત્ર વાતાવરણ મનને સ્થિર બનાવે છે. ત્યાંની ઘંટડીઓનો ધ્વનિ, મંત્રોચ્ચાર અને આરતીનો લય માનસિક તણાવ ઘટાડે છે. તેથી મંદિર માત્ર પૂજા માટેનું સ્થાન નથી, પરંતુ શાંતિ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર પણ છે.
હિંદુ માન્યતાઓ અનુસાર મંદિરો દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં મંદિર દર્શન માટે ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ કે મંદિરે જતાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ?
ADVERTISEMENT
ચંપલ બહાર જ રાખો
મંદિરમાં પ્રવેશતા પહેલા ચંપલ ઉતારવાની પરંપરા છે. આ માત્ર સ્વચ્છતાનું નહીં, પણ શ્રદ્ધા અને વિનમ્રતાનું પ્રતિક પણ છે. મોટાભાગના મંદિરો બહાર જૂતાં રાખવાની વ્યવસ્થા હોય છે જ્યાં તમે તેને સલામત રીતે મૂકી શકો. હિંદુ ધર્મ અનુસાર ગાયને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘણા મંદિરોમાં ચામડાની વસ્તુઓ જેવી કે બેલ્ટ, વૉલેટ કે બેગ લેવાની મનાઈ હોય છે.
મોબાઇલ ન લઈ જવો
મંદિરોમાં સામાન્ય રીતે ફોટોગ્રાફી નહીં કરવાની નીતિ હોય છે, તેથી કેમેરો કે ફોન લાવવાથી બચવું જોઈએ. જેથી ઇશ્વરના દર્શન અને ધ્યાનમાં ખલેલ ના પડે. જો ફોન લાવવો પડે તો તેને સાયલેન્ટ મોડમાં મૂકો અને અનાવશ્યક કોલ કે રમતોથી બચો, જેથી અન્ય ભક્તોને તકલીફ ના પડે.
સ્વચ્છ વસ્ત્ર પહેરો
મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સાફ કપડાં પહેરવાનું જરૂરી છે. કેટલાક મંદિરોમાં ખાસ પહેરવેશના નિયમો હોય છે. મહિલાઓએ ખભા અને ઘૂંટણ ઢાંકેલા હોવા જોઈએ અને પુરુષોએ શૉર્ટ્સથી બચવું જોઈએ. કેટલાક મંદિરોમાં માથું ઢાંકવાની પણ જરૂરિયાત હોય છે જેમ કે ગુરુદ્વારામાં.
સ્વચ્છતાનું ધ્યાન રાખો
ઘણા ભક્તો મંદિર જતાં પહેલાં સ્નાન કરે છે, જે સ્વચ્છતા અને માનસિક શુદ્ધિનું પ્રતિક છે. જો કે આ ફરજિયાત નથી, પણ હાથ ધોવા અને સ્વચ્છ રહેવું શ્રેષ્ઠ છે. આથી મનમાં પવિત્રતા રહી શકે છે અને ઇશ્વર દર્શન અને ધ્યાનમાં સંપૂર્ણ એકાગ્રતા રહે છે.
ઈશ્વર ની પરિક્રમા કરો
મંદિર બહાર ફૂલ, મિઠાઈ અને અગરબત્તી વેચતા વેપારીઓ હોય છે. ભક્તો આ વસ્તુઓ ભગવાનને અર્પણ કરવા માટે ખરીદે છે. જો કે આ ફરજિયાત નથી. તમે એક ફૂલ પણ લઈ શકો છો. ભગવાન ભાવ જોતા હોય છે, ભેટ શું છે એ નહીં. મંદિરના ગર્ભગૃહની પરિક્રમા ઘડિયાળની દિશામાં કરવી જોઈએ. આ શ્રદ્ધા અને ધ્યાનનું પ્રતિક છે.
શાંતિ અને ધ્યાન જાળવો
પુજારી અને મંદિરના કર્મચારી મંદિરની પવિત્રતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ સાથે વિનમ્રતાથી વાત કરો અને તેમના સૂચનોનું પાલન કરો. મોટાભાગના મંદિરો બપોરે 12 થી 3 વાગ્યા સુધી બંધ રહે છે, તેથી આ સમયગાળા દરમિયાન પ્રવેશ પ્રતિબંધિત હોય છે. મંદિરમાં શાંતિ જાળવવી અગત્યની છે. મોટેથી બોલવું, મજાક કરવી કે ફોન પર વાત કરવી મંદિરની પવિત્રતા ભંગ કરે છે.
પૂજા પદ્ધતિનું સન્માન કરો
મંદિરમાં શું થઈ રહ્યું છે તે જોવું અને સમજવું જોઈએ. જુદા-જુદા લોકો એક જ દેવતાની પૂજા અલગ રીતે કરે છે. જો તમારાથી કંઈક અલગ દેખાય તો પણ તેનું સન્માન કરો. કારણ કે ભગવાન માત્ર ભાવ જુએ છે. પૂજા કઈ રીતે થાય છે એ વિશે નહીં. પરિક્રમા હંમેશાં ઘડિયાળની દિશામાં કરો. ઊંધી દિશામાં નહીં. દાન માટે આરતી થાળી અથવા દાન પેટીનો જ ઉપયોગ કરો. આ દાન મંદિરની દેખરેખ અને યાત્રાળુઓની સેવા માટે ઉપયોગી થાય છે.
દેવી-દેવતાઓને સ્પર્શ ન કરો
મંદિરમાં જતી વખતે ભક્તોએ તે દિવસે માંસાહારી ભોજનથી બચવું જોઈએ. તેનો ઉદ્દેશ આત્માને શુદ્ધ રાખવાનો હોય છે. હિંદુ માન્યતા અનુસાર દેવતામાં પ્રાણ શક્તિ હોય છે. તેથી માત્ર પૂજારીએ જ દેવતાઓને સ્પર્શ કરવાનો અધિકાર હોય છે. નહીતર દેવતાને સ્પર્શ કરવો એ અવમાનના ગણાય છે. પ્રસાદ એ મંદિરમાં પૂજા પછી ભક્તોને આપાતું નિ:શુલ્ક ભોજન છે. તે લેતા પહેલા અને પછી હાથ ધોવા જોઈએ અને તેને યોગ્ય રીતે જ ગ્રહ કરવો જોઈએ.
વધુ વાંચો: શું તમે જાણો છો, ભારતમાં કઇ જગ્યાએ વહે છે ઉલ્ટી ગંગા? જાણો પૌરાણિક કથા
મંદિર જવું માત્ર ધાર્મિક રીત નથી, પણ એ શિસ્ત, શ્રદ્ધા અને સ્વચ્છતાનું પણ પ્રતિક છે. જો આપણે આ નિયમોનું પાલન કરીએ, તો મંદિર દર્શનનો અનુભવ વધુ પવિત્ર, આરામદાયક અને શાંતિદાયક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT