બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:47 PM, 21 May 2025
નીમ કરોલી બાબા સાધુ-સંતોની દુનિયામાં એવું નામ છે કે જેઓના નામનું સ્મરણ માત્ર ભારતમાં નહીં, વિદેશોમાં પણ થાય છે. વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા અનેક જાણીતા લોકોએ પોતાના જીવનમાં નીમ કરોલી બાબા ના દર્શનથી પ્રેરણા લીધી છે અને તેમનાં આધ્યાત્મિક જ્ઞાનને નવી દિશા મળી છે.
ADVERTISEMENT
આજે આપણે બાબાના જીવન સાથે જોડાયેલા એવા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ, જે અનેક માટે આશ્ચર્યજનક છે. વાત છે તેમના ધાબળોની જે તેઓ શરદી હોય કે ગરમી, હંમેશાં ઓઢીને રહેતા હતા. તો આખરે શું છે બાબાના ધાબળાનું રહસ્ય? ચાલો જાણીએ.
બાબા અને તેમનો ધાબળો
ADVERTISEMENT
બાબા હંમેશાં એક ધાબળો ઓઢીને રહેતા હતા, પછી ભલે એ ગરમી હોય કે ઠંડી. લોકોએ ક્યારેય તેમને ધાબળા વિના જોયા ન હતા. આ વાત ખૂબ જ આશ્ચર્યજનક લાગતી હતી કે તેઓ શા માટે હંમેશાં ધાબળો ઓઢીને રહે છે? શું એ માત્ર તેમનો શોખ હતો કે પાછળ કોઈ ઊંડું કારણ છુપાયું હતું? આજે આપણે એ વિષયમાં ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું.
દાદા મુખર્જી
દાદા મુખર્જી, જે બાપુના ખૂબ જ નજીકના ભક્ત અને તેમનાં જીવનચરિત્રના લેખક હતા, એમના અનુસાર એ ધાબળો માત્ર કપડું ન હતું, પરંતુ બાપુના વૈરાગ્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક હતું. ધાબળો એ બાપુની સામાન્ય આદત નહીં, પણ તેમનાં મૌન સંદેશો અને જીવનદ્રષ્ટિનો એક ભાગ હતો.
દાદા કહે છે કે, બાબા હંમેશાં વૈરાગ્યની વાત કરતા. ધાબળો એ સમજાવતું કે આપણે સાંસારિક વસ્તુઓથી માયા રાખવી નહીં. એક દિવસ એક ભક્તે તેમનો ધાબળો સીવવાનો પ્રયાસ કર્યો, તો બાબાએ કહ્યું, "આને મૂકી દો, કોઈપણ વસ્તુને ક્યારેય બાંધવી જોઈએ નહીં"
રહસ્યમય ધાબળો
મુખર્જી કહે છે કે ધાબળા પાછળ બીજું એક વધુ ઊંડું કારણ પણ હતું. બાબા પોતાના ભક્તોના દુ:ખ અને રોગના ભારને પોતાના પર લેતા હતા. ધાબળો એ દુ:ખ અને દર્દોને ઢાંકતું હતું, જે બાબાએ પોતાના ભક્તોના ભલા માટે પોતે સહન કર્યા હતા. એ ધાબળો માત્ર તેમના શરીરને ઢાંકતો ન હતો, પણ એમાં એવી આધ્યાત્મિક શક્તિઓ છુપાયેલી હતી કે જેના દમ પર તેઓ પોતાના ભક્તોની બિમારીઓ અને મુશ્કેલીઓ દૂર કરતા હતા.
ભક્તો માટે શીખ અને આશરો
ભક્તો માટે બાબાનો ધાબળો તેમના જીવનનાં મર્મભર્યા પાઠોની યાદ અપાવે છે. બાબાનો ધાબળો માત્ર કપડું નહીં, પણ તેમનું સંરક્ષણ, તેમનો આધ્યાત્મિક આવરણ અને તેમની સાદગીનું જીવંત ઉદાહરણ હતું. આજે પણ, જે ભક્તો કાંચી ધામના મંદિર જાય છે, તેઓ બાબાની મૂર્તિને ધાબળો અર્પણ કરે છે.
માન્યતાઓ અને વિશ્વાસ
બાબાના ધાબળા વિશે અનેક વાર્તાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક માને છે કે એ ધાબળો બાબાને ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ઉષ્મા આપતો હતો. ઘણા ભક્તો માને છે કે એ ધાબળમાં બાબાની શક્તિ છુપાયેલી છે, જે ભક્તોને બિમારી અને નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે.
રંગનો મહિમા
બાબાનો ધાબળો સામાન્ય રીતે સફેદ અથવા હળવા રંગનો હોય છે. સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ મુજબ ધાબળાનો રંગ બાબાની આધ્યાત્મિક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરતો હતો. ઘણા ભક્તો આજના સમયમાં બાબાના ધાબળાની નકલ રાખે છે અને તેને ઘરમાં સ્થાપિત કરે છે. તેમને વિશ્વાસ છે કે એથી તેમને શાંતિ અને સુરક્ષા મળે છે.
વધુ વાંચો: જેઠ અમાવસ્યા પર ઘરે બેઠાં કરો આ ખાસ મંત્રોનો જાપ, શિવજી થશે પ્રસન્ન, મળશે પિતૃદોષથી મુક્તિ
નીમ કરોલી બાબાનો ધાબળો માત્ર એક કપડું ના હતું, એ તેમના વૈરાગ્ય, ભક્તિ અને ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાનું જીવતું જાગતું પ્રતીક હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT