બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / જેઠ અમાવસ્યા પર ઘરે બેઠાં કરો આ ખાસ મંત્રોનો જાપ, શિવજી થશે પ્રસન્ન, મળશે પિતૃદોષથી મુક્તિ
Last Updated: 09:22 AM, 21 May 2025
સોમવતી અમાવસ્યા
ADVERTISEMENT
જ્યારે અમાવસ્યા સોમવારના દિવસે આવે છે, ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન મહાદેવની પૂજા તેમજ કેટલાક વિશિષ્ટ મંત્રોના જાપથી શિવજી તથા પિતૃદેવતાઓ પ્રસન્ન થાય છે. આથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પ્રવેશે છે.
હિંદુ ધર્મમાં જેમ પૂર્ણિમાને મહત્વ આપવામાં આવે છે તેમ અમાવસ્યાને પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે પિતૃઓ માટે તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. જ્યારે આ અમાવસ્યા સોમવારે આવે છે ત્યારે તેનું મહત્વ ઘણું વધી જાય છે.
ADVERTISEMENT
આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ઉપરાંત કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી વ્યક્તિને મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
ADVERTISEMENT
સોમવતી અમાવસ્યા ક્યારે છે?
હિંદુ પંચાંગ મુજબ, જેઠ મહિનાની અમાવસ્યા તિથિ 26 મે 2025ના રોજ બપોરે 12 વાગીને 11 મિનિટે શરૂ થશે અને 27 મેના રોજ સવારે 8 વાગીને 31 મિનિટે પૂર્ણ થશે. તેથી સોમવતી અમાવસ્યા 26 મે, 2025ના રોજ મનાવવામાં આવશે.
ADVERTISEMENT
પિતૃ મંત્રો
ADVERTISEMENT
પિતૃ તર્પણ માટેના મંત્રો:
ADVERTISEMENT
પિતૃ નિવારણ સ્તોત્ર
"અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ્ ।
નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ્।।"
પિતૃ કવચ
વધુ વાંચો: ભિખારી બનાવી દેશે પુરુષો દ્વારા કરવામાં આવેલા આ કાર્યો, ઘરમાં નહીં ટકે એક પણ રૂપિયો!
જેઠ મહિનાની સોમવતી અમાવસ્યા, 26 મે 2025 એ ખૂબ શુભ દિવસ છે. આ દિવસે ભગવન શિવ તથા પિતૃદેવો માટે વિશેષ પૂજા અને મંત્રોચ્ચાર કરવાથી દુઃખોનો નાશ થાય છે, પિતૃદોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.