હિન્દુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થીના વ્રતનું ખૂબ વધુ મહત્વ છે અને આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે વિવાહિત મહિલાઓ પોતાના સંતાનના દીર્ઘ આયુષ્ય માટે વ્રત રાખે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે તે માટે ગણેશજી પાસે પ્રાર્થના કરે છે.
એવી માન્યતા છે કે જે વિવાહિત મહિલાઓ પૂરા વિધિવિધાનથી વ્રત કરે છે, ભગવાન ગણેશ તેમની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. આ દિવસે તેમની પૂજા અને વિધિવિધાનથી વ્રત કરવાથી ભક્તોના જીવનમાંથી સંકટ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
સંકષ્ટી ચતુર્થી વ્રત ક્યારે છે?
સંકષ્ટી ચતુર્થી વ્રત દર વર્ષે આષાઢ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વર્ષે પંચાંગ અનુસાર, ચતુર્થી તિથિ 14 જૂન, શનિવારના રોજ બપોરે 03 વાગ્યાને 46 મિનિટથી શરૂ થશે અને 15 જૂન, રવિવારના દિવસે બપોરે 03 વાગ્યાને 51 મિનિટે પૂર્ણ થશે. આ વ્રતમાં ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. તેથી ચંદ્રોદય પ્રમાણે આ વ્રત 14 જૂને રાખવામાં આવશે. એ દિવસે રાત્રે આશરે 10 વાગ્યાને 07 મિનિટે ચંદ્રોદય થશે.

સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
- સંકષ્ટી ચતુર્થીનું વ્રત ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શન સાથે પૂર્ણ થાય છે.
- વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
- પૂજાનું સ્થાન સાફ કરો અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો.
- હાથમાં જળ અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લો કે તમે તમારી મનોકામના પૂર્તિ માટે આ વ્રત કરી રહ્યા છો અને તેને વિધીવિધાનથી પૂર્ણ કરશો.
- ‘ૐ ગં ગણપતયે નમઃ’ અથવા ‘ૐ ભાલચંદ્રાય નમઃ’ મંત્રનો જાપ કરો.
- તમારી શ્રદ્ધા અને શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળા અથવા ફળાહારી વ્રત રાખો.
- મનમાં ભગવાન ગણેશનું સ્મરણ કરો અને જેટલું બની શકે તેટલું માનસિક રીતે શાંત અને સકારાત્મક રહો.
- સાંજે પ્રદોષ કાળમાં અથવા ચંદ્રોદય પહેલા ફરી એકવાર સ્નાન કરો અથવા હાથ-પગ ધોઈને શુદ્ધ થઈ જાઓ અને ભગવાન ગણેશની વિધિવિધાનથી પૂજા કરો.
- ગણેશજીને જળ, દુર્વા (21 ગાંઠવાળી), લાલ ફૂલ (જેમ કે ગુલહર), મોદક અથવા લાડુ (વિશેષ કરીને તલના લાડુ), ફળ, ચંદન, અક્ષત, ધુપ, દીવો, અગરબત્તી, માળા વગેરે અર્પણ કરો.
- ગણેશ ચાલીસાનું પઠન કરો અને કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થી વ્રત કથા અવશ્ય વાંચો અથવા સાંભળો અને ‘ૐ ગં ગણપતયે નમઃ’ અથવા ‘ૐ વક્રતુંડાય હૂં’ મંત્રનો 108 વાર જાપ કરો.

ચંદ્ર દર્શન અને અર્ઘ્ય
- ચંદ્રોદય થતાં છત પર અથવા ખુલ્લા સ્થાન પર જાઓ.
- એક સાફ લોટામાં શુદ્ધ જળ, કાચું દૂધ, અક્ષત (ચોખા) અને સફેદ ફૂલ ભરીને ચંદ્રમાને અર્ઘ્ય આપો.
- ચંદ્રમાને પ્રણામ કરો અને તમારી મનોકામના પુનઃ પુનઃ જણાવો.
- ચંદ્ર મંત્ર: “ૐ ચંદ્રાય નમઃ” અથવા “ૐ સોમાય નમઃ” નો જાપ કરો.
- માનવામાં આવે છે કે ચંદ્ર દર્શન અને અર્ઘ્ય વિના સંકષ્ટી ચતુર્થીનું વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી.
વ્રત પારણ
- ચંદ્રમાને અર્ઘ્ય આપ્યા પછી જ વ્રતનો પારણ કરો.
- ભગવાન ગણેશને ચઢાવેલા મોદક અથવા લાડુ ખાસ કરીને તલ અને ગોળથી બનેલા હોય તેનો પ્રસાદ સ્વીકારો.
- કેટલીક જગ્યાએ દૂધથી પારણ કરવાનું પણ વિધાન છે.
- ફળાહારથી વ્રત ખોલો.
- જે વસ્તુઓ વ્રત દરમિયાન વર્જિત હોય, તે ન ખાવો.
- હળવું અને પાચન માટે અનુકૂળ ભોજન કરો જેથી પેટ પર ભાર ન પડે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- મહિલાઓ વ્રત દરમિયાન ફળ, દૂધ, દહીં, છાસ, પનીર, સાબુદાણા, શક્કરિયા ,મગફળી, નાળિયેર અને સિંધવ મીઠાનો ઉપયોગ કરો.
- અનાજ (ચોખા, ઘઉં, દાળ), સામાન્ય મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ડુંગળી, લસણ, માંસાહાર, ઈંડાં, દારૂ, ધૂમ્રપાન, વધુ તળેલું ભોજન ન કરો.
- આ દિવસે કાળા વસ્ત્રો ન પહેરો.
- પીળા અથવા લાલ વસ્ત્રો પહેરવું શુભ ગણાય છે.
- ભગવાન ગણેશને તુલસીનું પાન અર્પિત ન કરો.
- કોઈ સાથે વિવાદ ન કરો અને મનમાં નકારાત્મક વિચાર ન લાવશો.
- તમારી ક્ષમતા અનુસાર દાન-પુણ્ય કરો.
વધુ વાંચો: શનિદેવ 138 દિવસ માટે વક્રી થવાના છે, 13 જુલાઈથી બદલાશે આ 3 રાશિનો સમય
આ રીતે, સંકષ્ટી ચતુર્થીનું વ્રત વિધિવિધાનથી કરવાથી અને સાચા નિયમોનું પાલન કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના બધા સંકટ દૂર થઈ જાય છે અને ખુશહાલી આવે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ