બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:41 PM, 24 June 2025
ભારતમાં દર વર્ષે ભવ્ય રીતે ઉજવાતી જગન્નાથ રથયાત્રા દેશ-વિદેશથી ભક્તોને આકર્ષે છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા માટે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ એક ગહન ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા પણ છે.
ADVERTISEMENT
તમે શંકા રાખી શકો કે જ્યારે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે, ત્યારે જૂના રથોનું શું થાય છે? શું એ ઘેર લઈ જઈ શકાય છે? શું તેનો કોઈ અન્ય ઉપયોગ થાય છે? ચાલો જાણીએ એ તમામ પ્રશ્નોના જવાબ.
રથના ભાગોની હરાજી
ADVERTISEMENT
જગન્નાથ રથયાત્રા પૂરી થયા પછી ત્રણેય પવિત્ર રથોના ભાગોને સાવધાનીપૂર્વક અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેના કેટલાક ભાગોની હરાજી કરવામાં આવે છે જેથી ભક્તો તેને પોતાના ઘરમાં રાખી તેની પૂજા કરી ભગવાન જગન્નાથનો આશીર્વાદ મેળવી શકે. આ પવિત્ર રથોના નાના ભાગને પણ સાથે લઈ જવાનું ભક્તો માટે એક અદભુત અવસર હોય છે.
ADVERTISEMENT
પહેલાંથી અરજી કરવી પડે છે
રિપોર્ટ્સ અનુસાર રથના ભાગોને હરાજી દ્વારા મેળવવા માટે ભક્તોને અગાઉથી ઑનલાઈન અરજી કરવી પડે છે. આ માટે શ્રી જગન્નાથ વેબસાઈટ પર વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં ભક્તો સૌથી વધુ રથના પૈડાં મેળવવાનો પ્રયત્ન કરે છે. મંદિર આ ભાગોની ભક્તોને હરાજી કરતાં વખતે આ પણ સુનિશ્ચિત કરે છે કે પવિત્ર રથોના આ ભાગોનો ખોટી રીતે ઉપયોગ ન થાય, કારણ કે આ એક પવિત્ર ધરોહર જેવી વસ્તુ હોય છે.
ADVERTISEMENT
મંદિરના રસોડામાં રથની લાકડીઓનો ઉપયોગ
ADVERTISEMENT
આ ઉપરાંત રથમાંથી બચેલી લાકડીઓનો ઉપયોગ મંદિરના રસોડામાં મહાપ્રસાદ બનાવવામાં થાય છે. આ માટે લાકડીઓને સીધી મંદિરના રસોડામાં મોકલવામાં આવે છે. જ્યાં આ પવિત્ર લાકડીઓ ભગવાન માટેના મહાપ્રસાદ બનાવવાના ઇંધણ તરીકે ઉપયોગ થાય છે. આ પણ એક અદભુત વાત છે કે જેના લાકડાથી ભગવાનનો રથ બને છે, તે જ લાકડાથી પછી તેમના ભોગ માટેનો પ્રસાદ તૈયાર થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: 30 જૂનના રોજ બની રહ્યો છે એવો યોગ, જે આ જાતકો પર વરસાવશે મુસીબતોનો વરસાદ
જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક યાત્રા નથી, પણ ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક શ્રદ્ધાનું અદભુત મિલન છે. દર વર્ષે નવા રથ બને છે અને જૂના રથોનું પવિત્રતાપૂર્વક વિસર્જન થાય છે. તેનો ભાગ ભક્તોને આપવા માટે હરાજી થાય છે અને બચેલી લાકડી ભગવાનના ભોગ માટે ઈંધણરૂપે ઉપયોગમાં લેવાય છે. આ પરંપરા દર્શાવે છે કે ભગવાનના સેવા અને શ્રદ્ધાનો એક પણ તણખો વ્યર્થ નથી જતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.