બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:10 PM, 23 June 2025
પ્રેમ સંબંધો એ માનવ જીવનનો એક નાજુક પણ મહત્વપૂર્ણ ભાગ છે. સંબંધોને ટકાવી રાખવા માટે પ્રેમ, વિશ્વાસ અને સમજદારી જરૂરી છે. પ્રાચીન ભારતીય વિદ્વાન આચાર્ય ચાણક્ય એ માત્ર રાજનીતિ જ નહીં, પણ જીવન જીવવાની પણ ઘણી ઊંડી વાતો કરી છે.
ADVERTISEMENT
ચાણક્યની નીતિઓ અનુસાર, કેટલીક નાની લાગતી પરંતુ ઘાતક આદતો પ્રેમભર્યા સંબંધને નષ્ટ કરી શકે છે. જો આપણે સમયસર આવી ખામીઓ ઓળખી તેને સુધારીએ, તો સંબંધો મજબૂત બની શકે છે.
ચાણક્યના મતે, કેટલીક ખોટી આદતો એવી હોય છે, જે સારા-ખાસા સંબંધને બરબાદ કરી શકે છે. જો સમયસર આ આદતોને સુધારવામાં ન આવે તો સંબંધ તૂટવાની સીમા પર પહોંચી જાય છે. આવો જાણીએ કે ચાણક્ય નીતિ મુજબ કઈ વાતો સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
વાતવાતમાં અપમાન કરવું
કોઈ પણ સંબંધમાં સન્માન આધારસ્તંભ હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીની સતત અવગણના કરે છે, તેની લાગણીઓની કદર કરતો નથી અને દરેક વાતમાં તેને દોષી ઠેરવે છે, તો તે સંબંધમાં કડવાશ ઉભી થાય છે.ચાણક્ય નીતિ મુજબ, જે સંબંધમાં કોઈ પોતાના સાથીદારને વારંવાર અપમાનિત કરે છે, તો તે સંબંધમાં કડવાશ ઊભી થવા લાગે છે. આવી સ્થિતિમાં તે સંબંધ તૂટી જવા લાગે છે.
ADVERTISEMENT
હંમેશા જુઠ્ઠું બોલવું
ADVERTISEMENT
એક સફળ સંબંધની શરૂઆત ઇમાનદારીથી થાય છે અને તે કેટલો ટકી શકશે એ પણ ઈમાનદારી અને વિશ્વાસ પર નિર્ભર હોય છે. જો કોઈ સંબંધમાં પારદર્શિતા ન હોય તો એમાં ગેરસમજ ઊભી થવા લાગે છે. દરેક વાતમાં જુઠ્ઠું બોલવું, શંકા કરવી અને છેતરપિંડી કરવી , આ આદતોથી સંબંધો કદી મજબૂત થઈ શકે નહીં.
સમય ન આપવો
ADVERTISEMENT
ચાણક્ય નીતિ અનુસાર, પ્રેમમાં સમય આપવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે સમયની અછતના કારણે સંબંધ તૂટી જવા લાગે છે. જે સાથી એકબીજાના માટે સમય કાઢી શકતા નથી, તેમનો સંબંધ ટૂંક સમયમાં તૂટી જતો હોય છે.જ્યાં પ્રેમ હોય ત્યાં સમય આપવો જરૂરી હોય છે.
ADVERTISEMENT
ચાણક્યની નીતિઓ આજે પણ એટલી જ તટસ્થ અને ઉપયોગી છે જેટલી પ્રાચીન સમયમાં હતી. આજે જ્યારે લોકો તણાવ અને દોડધામભર્યા જીવનમાં સંબંધોની કદર ભૂલી જાય છે, ત્યારે આવા વિચારો આપણે સંબંધોમાં સુધારો લાવવા માટે માર્ગદર્શન આપે છે.
વધુ વાંચો: 30 જૂનના રોજ બની રહ્યો છે એવો યોગ, જે આ જાતકો પર વરસાવશે મુસીબતોનો વરસાદ
જો આપણે સંબંધમાં સન્માન, ઇમાનદારી અને સમય આપવા માટે પ્રતિબદ્ધ રહીએ, તો કોઈ પણ સંબંધ સમય અને પરિસ્થિતિથી પર બની શકે છે. ચાણક્યની આ નાની લાગતી પરંતુ મર્મભરી વાતો દરેક પ્રેમી દંપતી માટે અત્યંત ઉપયોગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.