બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બે ગણી કમાણી માટે તૈયાર થઈ જાઓ આ 5 રાશિઓ, રાહુ-ચંદ્રની યુતિથી થશે મોટો લાભ

ધર્મ / બે ગણી કમાણી માટે તૈયાર થઈ જાઓ આ 5 રાશિઓ, રાહુ-ચંદ્રની યુતિથી થશે મોટો લાભ

Last Updated: 03:13 PM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 20 મેના રોજ ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન તે પહેલેથી જ ત્યાં હાજર રાહુ સાથે યુતિ બનાવશે. રાહુ અને ચંદ્રમા ની આ યુતિથી કેટલીક રાશિના જાતકોના મોટો લાભ પણ મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ એવી પાંચ રાશિઓ છે જેને આ યુતિ લાભ આપશે?

20 મે 2025ના રોજ સવારે 7 વાગીને 35 મિનિટે ચંદ્રમા કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં પહેલેથી હાજર રહેલા રાહુ સાથે તેની યુતિ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્રમા મન, ભાવનાઓ અને શાંતિનો સૂચક છે, જયારે રાહુ અચાનક લાભ, આશ્ચર્ય અને પરિવર્તનનો સંકેત આપે છે.

કુંભ રાશિ, જે શનિ અને રાહુની રાશિ ગણાય છે, તે નવા વિચારો, ટેકનોલોજી અને સામાજિક બદલાવ સાથે સંકળાયેલી હોય છે. આથી કુંભ રાશિમાં થનારી આ યુતિ કેટલીક રાશિઓ માટે ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે કઈ એવી રાશિઓ છે જેમના માટે આ યુતિ લાભદાયી રહેશે?

મેષ રાશિ

મેષ રાશિ માટે આ યુતિ તેમના 11મા ભાવમાં બને છે, જે મિત્રતા, કમાણી અને સપનાની પૂર્તિનો ઘેરો છે. આ સમયમાં તમારું સોશિયલ સર્કલ વિસ્તરશે અને નવા લોકો તમારું ભાગ્ય ખોલી શકે છે. નોકરીમાં પગાર વધે અથવા બોનસ મળી શકે છે. વ્યવસાય કરતા લોકોને અચાનક નફો મળી શકે છે. ચંદ્રમાની લાગણીસભર અસર અને રાહુની ઊર્જા તમને મોટા લક્ષ્યાંકો નક્કી કરવામાં અને તેને હાંસલ કરવા માટે પ્રેરણા આપશે.

મિથુન રાશિ

મિથુન રાશિ માટે આ યુતિ તેમના નવમા ઘરમાં બનશે, જે ભાગ્ય, શિક્ષણ અને પ્રવાસનો ભાવ છે. આ સમયમાં તમારું કરિયર નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા વિદેશ સંબંધિત કોઈ પ્રોજેક્ટ મળી શકે છે. વિદ્યાર્થીઓને ભણતર માટે સારા પરિણામ મળશે. તમે નવા વિચારો પર કામ કરશો અને લોકો તમારા વિઝનની પ્રશંસા કરશે. ચંદ્રમાની ઊર્જા અને રાહુની ઝડપભરી વાઈબ્સ તમને સર્જનાત્મક બનાવશે.

grah

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે આ યુતિ તેમના પાંચમા ઘરમાં બનશે, જે પ્રેમ, સર્જનાત્મકતા અને સંતાનનો ભાવ છે. આ સમયમાં તમારા પ્રેમજીવનમાં નવો રંગ આવી શકે છે. સિંગલ્સ કોઈ ખાસ વ્યક્તિ સાથે મળી શકે છે અને કપલ્સ વચ્ચેની નજીકતા વધશે. જો તમે કલાનું કામ કરો છો, લેખન કરો છો કે અન્ય કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં છો તો તમારા ટેલેન્ટની પ્રશંસા થશે. ચંદ્રમાની લાગણીસભર ઊંડાઈ અને રાહુની હિંમતભરી ઊર્જા તમને કંઈક નવું પ્રયાસ કરવા માટે પ્રેરણા આપશે.

ધન રાશિ

ધન રાશિ માટે આ યુતિ તૃતીય ઘરમાં બનશે, જે સંવાદ, સાહસ અને ટૂંકા પ્રવાસોનો ભાવ છે. આ સમયે તમે તમારા વિચારોને આત્મવિશ્વાસ સાથે રજૂ કરશો. નોકરી કે બિઝનેસમાં તમારી વાતો વધુ અસરકારક બનશે. ભાઈ-બહેન કે મિત્રો સાથે સંબંધ મજબૂત બનશે. જો તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા ઈચ્છો છો, તો આ સમય શ્રેષ્ઠ છે. ચંદ્રમા અને રાહુની યુતિ તમને હિંમત આપશે અને તમારું ધ્યાન ક્રિયાપ્રવૃત્તિ તરફ વધારશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે આ યુતિ તેમના બીજા ઘરમાં બનશે, જે ધન, પરિવાર અને વાણીનો ભાવ છે. આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. બોનસ, રોકાણમાંથી નફો કે કોઈ જુનું ચૂકવાયેલું ધન પાછું મળી શકે છે. પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે અને ઘરમાં ખુશીની વાતાવરણ રહેશે. જોકે, રાહુના કારણે બોલવામાં થોડું ધ્યાન રાખવું પડશે. ચંદ્રમાની નરમ ઊર્જા તમને પરિવાર સાથે ભાવનાત્મક જોડાણ વધારવામાં મદદરૂપ થશે.

વધુ વાંચો: મોહિની એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું અને શું ન ખાવું?, જાણો સાચો નિયમો, નહીં તો વ્રત જશે વ્યર્થ

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign astrology Rahu-Chandra Yuti
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ