બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:54 AM, 23 June 2025
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા ગ્રહો સમયાંતરે ગોચર કરતા રહે છે. તેમના ગોચરથી ઘણી વખત શુભ અને અશુભ યોગો પણ બનતા હોય છે, જે જાતકો પર ગંભીર અસર છોડી જાય છે. કંઈક આવું જ હવે થવા જઈ રહ્યું છે. 30 વર્ષ પછી મંગળ, શનિ અને કેતુનો ખતરનાક યોગ બન્યો છે.
ADVERTISEMENT
હાલના દિવસોમાં સિંહ રાશિમાં મંગળ અને કેતુની યુતિ બની રહી છે. જેના કારણે કુજકેતુ યોગ બની રહ્યો છે. બીજી બાજુ શનિદેવ મીન રાશિમાં વિહાર કરી રહ્યા છે, જ્યાં તેઓ મંગળ સાથે મળીને ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે.
વૈદિક શાસ્ત્રોમાં આ બંને યોગને અશુભ અને જીવન માટે ખતરનાક માનવામાં આવે છે. આ વખતે આ યોગોની વિનાશકારી અસર 30 જૂનથી 28 જુલાઈ સુધી રહેવાની આશંકા છે. આ 28 દિવસોમાં 3 રાશિઓ પર ભયાનક મુશ્કેલીઓ આવી શકે છે. તેમને ગંભીર રોગો સાથે સાથે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર આ યોગો પોતાનું કોપ વરસાવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
મંગળ-શનિ-કેતુના ગોચરથી કઈ રાશિઓને નુકસાન?
ADVERTISEMENT
કન્યા રાશિ
વૈદિક શાસ્ત્ર અનુસાર, મંગળ-શનિ અને કેતુનો આ અશુભ યોગ તમારા માટે ગંભીર સંકટનું કારણ બની શકે છે. તમને 28 દિવસ સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં તણાવ થઈ શકે છે. ગુપ્ત શત્રુઓ તમને પરેશાન કરી શકે છે. પાડોશીઓ સાથે ઝઘડો થઈ શકે છે, જેનો મામલો કોર્ટ-કચેરી સુધી પહોંચી શકે છે. કોઈ જૂની બીમારી ફરીથી તકલીફ આપી શકે છે.
ADVERTISEMENT
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે શનિ-મંગળનો ષડાષ્ટક યોગ અને મંગળ-કેતુનો કુજકેતુ યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. તમારે આરોગ્ય સંબંધિત અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ સભ્યની તબિયત વધુ બગડી જશે, જેને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ આવી શકે છે. તમે કારકિર્દી અને પરિવારને લઈને ચિંતામાં રહી શકો છો. તમને પ્રમોશન મળતાં મળતાં રહી જશે.
ADVERTISEMENT
મેષ રાશિ
ADVERTISEMENT
ષડાષ્ટક અને કુજકેતુ યોગ તમને નુકસાન આપી શકે છે. જુલાઈ મહિનામાં તમે કોઈ સાથે પૈસાની લેવડદેવડ કરતા સમયે સાવચેતી રાખો નહીં તો તમારા પૈસા ફસાય શકે છે. ક્યાંય પણ રોકાણ કરવાનું ટાળો અને ઘેલછામાં કોઈ નિર્ણય ન લો. પાર્ટનરશિપમાં કરેલા બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. જીવનસાથી સાથે ગંભીર મનમેળ થઈ શકે છે. બાળકોના અભ્યાસને લઈને ચિંતામાં રહી શકો છો.
ઉપાય શું કરવાં જોઈએ?
વધુ વાંચો: આજે સોમ પ્રદોષ વ્રત, ફટાફટ નોટ કરી લેજો શુભ મુહૂર્તથી લઇને પૂજા વિધિની રીત
30 જૂન 2025થી મંગળ, શનિ અને કેતુનો ખતરનાક યોગ 28 દિવસ સુધી સમસ્યાઓ લાવવાનો સંકેત આપે છે. ખાસ કરીને મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને આર્થિક, આરોગ્ય અને સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમયસર ઉપાય કરી સાવચેત રહેવું જરૂરી છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.