બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:32 PM, 17 March 2025
ચૈત્ર માસની શરૂઆત
ADVERTISEMENT
પંચાંગ અનુસાર, વર્ષ 2025માં 15 માર્ચથી ચૈત્ર માસની શરૂઆત થઈ ગઈ છે. આ સમયગાળામાં ઘણા ઉપાયો કરવાં શુભ માનવામાં આવે છે, જેનાથી કુંડળીના દોષ દૂર થઈ શકે.ચૈત્ર માસ દરમિયાન કેટલાક ખાસ ઉપાયો કરવાથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે.
પિતૃદોષના ઉપાય
ADVERTISEMENT
ચૈત્ર માસમાં પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન પાણીમાં કાળા તલ અને દૂધ ભેળવીને પીપળના વૃક્ષમાં ચઢાવવું જોઈએ. આ ઉપાયથી પિતૃઓને શાંતિ મળે છે.
ચૈત્ર માસમાં પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષનું નિવારણ થાય છે. આ સાથે જ 'ૐ પિતૃભ્યઃ સ્વધા' મંત્રનો જપ કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.
ચૈત્ર માસની અમાસ તિથિએ કાળા તલનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે. આ દાનથી સાધકને પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે.
બ્રાહ્મણોને સન્માનપૂર્વક ભોજન કરાવવાથી અને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત 'ૐ પિતૃભ્યઃ સ્વધા' મંત્રનો જપ કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.
ચૈત્ર માસમાં રવિવારના દિવસે સુર્યદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે ગરીબ લોકોને લાલ રંગના કપડાં દાન કરવા શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી ધન લાભના યોગ બને છે.
જેમને ધન સંબંધી તંગી હોય તેઓએ ચૈત્ર માસમાં પીળા કપડામાં તુલસી બાંધીને મુખ્ય દ્વાર પર લટકાવી દેવી જોઈએ. આ ઉપાયથી ધનની અછત દૂર થવા લાગે છે.
ચૈત્ર માસમાં આ ઉપાયો કરવાથી સાધકના જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થશે. સાથે જ અટકેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગશે.
વધુ વાંચો: સૂર્ય ગ્રહણ પર સર્જાશે શનિ ગોચરનો અશુભ સંયોગ, જે આ રાશિના જાતકોને બરાબર તડપાવશે, થશે નુકસાન!
પિતૃદોષ એ જન્મ કુંડળીમાં એક પ્રકારનો દોષ છે, જે પૂર્વજોના અશાંત આત્માઓને દર્શાવે છે. ચૈત્ર માસમાં, પિતૃદોષ દૂર કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે છે. આ ઉપાયોનું પાલન કરીને, ચૈત્ર માસમાં પિતૃ દોષ દૂર કરી શકાય છે અને જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.