બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:08 AM, 14 June 2025
ગુજરાતમાં થયેલી ભયાનક એરપ્લેન ક્રેશ ઘટના હૃદયવિદારક છે. દુર્ઘટનાની તસ્વીરો અને તેમાં મૃત્યુ પામેલા લોકોની કહાનીઓ લોકોના દિલને કંપાવી નાખે એવી છે. આ દુર્ઘટનાના કારણો શોધવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કરાયેલ ભવિષ્યવાણીઓની પણ ચર્ચા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મંગળ, રાહુ, કેતુ અને શનિ ગ્રહ દ્વારા બનેલા ભયાનક અશુભ યોગોની ચર્ચા ચાલી રહી હતી. કહેવામાં આવતું હતું કે આ યોગો યુદ્ધ, હિંસા અને આગ જેવી ઘટનાઓને પ્રેરણા આપે છે. અને એવું જ બન્યું.
ADVERTISEMENT
પહેલા પહેલગામ હુમલો અને હવે પ્લેન ક્રેશ
દેશમાં ભયાનક ઘટનાઓની શરૂઆતની વાત કરીએ તો 29 માર્ચે શનિનો ગોચર થયો હતો અને ત્યાર બાદ એપ્રિલમાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો થયો. ત્યારપછી 14 મેના રોજ ગુરુનો ગોચર થયો અને 18 મેના રોજ રાહુ-કેતુનો ગોચર થયો. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સૌથી ઉંચા પાયે પહોંચ્યો હતો. યુદ્ધ જેવી સ્થિતિ રહી અને કેટલાય દિવસો સુધી સરહદ પર યુદ્ધનો માહોલ રહ્યો હતી.
ADVERTISEMENT
અશુભ ખપ્પર યોગ
આ દરમિયાન 15 માર્ચથી લઈને 12 જૂન 2025 સુધી ખપ્પર યોગ રહ્યો, જેને વિનાશ લાવતો યોગ કહેવાય છે. તેમજ, આ જ સમયગાળામાં 7 જૂનથી શનિ-મંગળનો ષડાષ્ટક યોગ પણ સર્જાયો, જે 28 જુલાઈ સુધી રહેશે. આ યોગ આગ, યુદ્ધ અને હિંસા જેવી ઘટના કરાવે છે. અને 12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન આગના ગોળા જેવું બનીને ધરાશાયી થઈ ગયું, જેમાં 250થી વધુ લોકોના જીવ ગયા.
ADVERTISEMENT
હવે 28 જુલાઈ સુધી...
ADVERTISEMENT
આ અશુભ ષડાષ્ટક યોગ 28 જુલાઈ સુધી રહેશે, જે અત્યંત ચિંતાજનક છે. ખબર નથી કે આ સમયગાળો હજુ કેટલી દુઃખદ ઘટનાઓ લાવશે. લોકો આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. એ જ રીતે, 11 જુલાઈથી લઈને 7 ઓક્ટોબર સુધી ફરી એકવાર ખપ્પર યોગ બનવાનો છે અને એ સમય દરમિયાન મહાયુદ્ધ થવાની શક્યતાનું અનુમાન પણ લગવામાં આવ્યું છે.
ભવિષ્ય માટે ચેતવણી
ADVERTISEMENT
શું કરવું જોઈએ?
ADVERTISEMENT
વધુ વાંચો: આવતી કાલે સંકષ્ટી ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિથી લઈને પારણ સુધી બધી જ માહિતી
આપણું મન અને જગત બન્ને ગ્રહોની ચાલથી અસરો અનુભવતા હોય છે. હાલના મંગળ-રાહુ અને શનિ-મંગળ જેવા અશુભ યોગો ભયાનક દુર્ઘટનાઓ અને હિંસક ઘટનાઓને ઉત્પન્ન કરે છે. 28 જુલાઈ સુધીનો સમય ખાસ સતર્ક અને સાવચેતીભર્યો રહેવાનો છે માટે નિષ્ણાતો દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.