બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:48 AM, 25 June 2025
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન લાંબુ અને સુખદ હોય, પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે કોઈ પણ બીમારી કે કારણ વગર કોઈનું અચાનક મોત થઇ જાય છે કે પછી કોઈ ગંભીર માર્ગ અકસ્માતનો શિકાર બની જાય છે. જેને સામાન્ય ભાષામાં અકાળ મૃત્યુ કહેવાય છે. ઘણીવાર આવી ઘટનાઓ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ જીવનમાં ખૂબ જ ખુશ કે સફળ હોય છે.
ADVERTISEMENT
અવા સંજોગોમાં પ્રશ્ન ઉઠે છે, શું તેનો બચાવ કોઈ રીતે થઈ શકે? શું એવું કશુંક કરવું શક્ય છે કે જેના થકી આપણું જીવન સુરક્ષિત રહી શકે?
પ્રેમાનંદજી મહારાજ તેમના પ્રવચનોમાં આ પ્રશ્નનો બહુ સરળ જવાબ આપે છે. તેઓ કહે છે કે જો વ્યક્તિ રોજિંદા જીવનમાં થોડા નિયમો અપનાવે, તો અકાળ મૃત્યુ કે મોટા અકસ્માતથી બચી શકાય છે.
ADVERTISEMENT
ચાલો જાણીએ પ્રેમાનંદજી મહારાજના જણાવ્યા પ્રમાણે તે 5 નિયમો જે માણસની આયુ વધારી શકે છે અને જીવનની અનિચ્છનીય મુશ્કેલીઓથી બચાવી શકે છે:
દરરોજ ભગવાન કૃષ્ણનું ચરણામૃત પીવું
ADVERTISEMENT
પ્રેમાનંદજી મહારાજ કહે છે કે દરરોજ સવારે ભગવાન કૃષ્ણનું ચરણામૃત જરૂર પીવું જોઈએ. તેની અસર માત્ર શરીર પર નહીં પણ આત્મા પર પણ પડે છે. તેમનું માનવું છે કે જે વ્યક્તિ દરરોજ ચરણામૃત પીવે છે, તેનો પુનર્જન્મ થતો નથી અને અકાળ મૃત્યુના યોગ પણ દૂર થઈ જાય છે.
ઘરની બહાર જતા પહેલા મંત્ર જપવો
ADVERTISEMENT
જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે એક નાનો મંત્ર ઓછામાં ઓછો 11 વાર જરૂર જપવો: “કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ” પ્રેમાનંદજી કહે છે કે આ મંત્રની અસર બહુ ઊંડી હોય છે. તે તમને અકસ્માતોથી બચાવે છે અને જો કોઈ મુશ્કેલી આવે પણ તો તેની અસર ઓછી થઈ જાય છે.
ADVERTISEMENT
ભગવાન સામે નામ સ્મરણ કરવું
દરરોજ ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ સુધી માત્ર તમારા ભગવાનનું નામ લો. જે નામ તમારા મનને શાંતિ આપે, એ જ લો. પ્રેમાનંદજી કહે છે કે ભગવાનના નામનું સ્મરણ કરવાથી અકાળ મૃત્યુના ભયને ખૂબ અંશે ઓછું કરી શકાય છે.
ADVERTISEMENT
દરરોજ કરો 11 વાર દંડવત્ પ્રણામ
તમારા ઘરમાં જ્યાં ભગવાન બિરાજમાન છે, ત્યાં દરરોજ 11 વાર દંડવત્ પ્રણામ કરો. પ્રેમાનંદજી મહારાજના અનુસાર, તેની અસર 10 અશ્વમેધ યજ્ઞ જેટલી હોય છે. એટલું પુણ્ય બીજાં કોઈ કામથી મળતું નથી અને જે આ કરે છે, તેનો પુનર્જન્મ થતો નથી.
માથા પર લગાવો વૃંદાવનની રજ
પ્રેમાનંદજી મહારાજના જણાવ્યા પ્રમાણે, વૃંદાવનની પવિત્ર રજમાં બહુ ઊર્જા હોય છે. તેને તમારા માથાના મધ્યમાં થોડું લગાવો. તેની અસર નકારાત્મક શક્તિઓ અને અકાળ મૃત્યુના યોગોને દૂર કરે છે.
વધુ વાંચો: મુંગલપુરમાં મેલડી માતાજીનું વર્ષો પુરાણું મંદિર, શ્રધ્ધાળુઓ રાખે છે તાવાની માનતા
પ્રેમાનંદજી મહારાજના આ સરળ અને આધ્યાત્મિક ઉપાયો વ્યક્તિના જીવનમાં શાંતિ, સુરક્ષા અને દીર્ઘાયુ લાવી શકે છે. રોજિંદા જીવનમાં નાના નિયમો અપનાવીને અકાળ મૃત્યુ અને અકસ્માત જેવી અણધારી ઘટનાઓથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.