બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:53 AM, 19 May 2025
ભારતમાં ગંગા નદી માત્ર એક નદી નથી, પણ શ્રદ્ધા, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક છે. માન્યતા છે કે ગંગાના જળમાં ડૂબકી લગાવવાથી પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ મળે છે. ગંગાજળનો ઉપયોગ પૂજા, તીર્થયાત્રા અને અંતિમ સંસ્કાર જેવી દરેક ધાર્મિક ક્રિયાઓમાં થાય છે. પણ શું તમે જાણો છો કે ભારતના એક શહેરમાં ગંગા નદી પોતાની સામાન્ય દિશાની વિરુદ્ધ વહે છે? હા, આ રહસ્યમય સ્થળ છે કાશી અથવા જેને આપણે વારાણસી તરીકે ઓળખીએ છીએ.
ADVERTISEMENT
કાશી એ દુનિયાના સૌથી જુના અને સતત વસવાટ કરાતા શહેરોમાંનું એક છે. હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અહીં મૃત્યુને પણ મોક્ષનો દરવાજો માનવામાં આવે છે. સામાન્ય રીતે ગંગા નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, પણ કાશી ખાતે એ દક્ષિણથી ઉત્તર તરફ વહેતી જોવા મળે છે. આવું દેખાવું કોઈ ચમત્કાર ન હોય, એ પાછળ ભૌગોલિક અને ધાર્મિક બંને કારણો છે.
ADVERTISEMENT
પૌરાણિક માન્યતા પ્રમાણે, જ્યારે ગંગા માતા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યા હતા, ત્યારે તેમનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. તે સમયે કાશી પાસે ભગવાન દત્તાત્રેય તપસ્યા કરી રહ્યા હતા. ગંગાના તીવ્ર પ્રવાહમાં ભગવાનનું કમંડળ અને આસન ધોવાઈ ગયા. જ્યારે ગંગા માતાને તેની જાણ થઈ, ત્યારે તેણે માફી માગી અને તેમના પવિત્ર સમાન પરત આપ્યા. ત્યારબાદ ગંગા માતાએ પોતાની દિશા બદલીને વિરુદ્ધ દિશામાં વહેવાનું નક્કી કર્યું. માન્યતા છે કે એ ભગવાન દત્તાત્રેયના સન્માનમાં થયું.
વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો, કાશી નજીક ગંગા નદી ધનુષ્યની આકારમાં વળે છે. પહેલાં તે પૂર્વ દિશા તરફ જાય છે, પછી ઉત્તર-પૂર્વ તરફ વળે છે. જેના કારણે તે અહીં ઉલટી દિશામાં વહેતી હોય તેવી લાગણી થાય છે. આ ભૌગોલિક રચનાનું પરિણામ છે, પણ લોકોએ તેને દૈવી ચમત્કાર તરીકે સ્વીકાર્યું છે.
આ પણ વાંચો : ખોપાળામાં 250 વર્ષ જુના મંદિરમાં બિરાજે છે નીલકંઠ મહાદેવ, રોચક છે ઈતિહાસ
ગંગાના ઉલટા પ્રવાહને ખૂબ શુભ માનવામાં આવે છે. લાખો ભક્તો દર વર્ષે કાશી આવે છે અને માન્યતા છે કે અહીં ગંગાસ્નાન કરવાથી જીવનના બધા પાપો ધોવાઈ જાય છે. કાશીની આ ખાસિયત તેને એક અનોખું તીર્થ બનાવે છે, જ્યાં વૈજ્ઞાનિક તથ્ય અને ધાર્મિક શ્રદ્ધા એકસાથે જોડાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT