બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 AM, 18 May 2025
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દર વર્ષે ૨૪ એકાદશી આવે છે અને દરેકનો પોતાનો આધ્યાત્મિક અને ધાર્મિક મહિમા હોય છે. અપરા એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે અને તેને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે. 'અપરા'નો અર્થ છે – અપાર ફળ આપનારી. કહેવાય છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થાય છે અને આત્માને શુદ્ધ બનાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પંચાંગ અનુસાર, અપરા એકાદશીની તિથિ 22 મે રાત્રે 1:13થી શરૂ થશે અને 23 મે રાત્રે 11:30 પર સમાપ્ત થશે. આ વ્રતના મહત્વ વિશે સ્કંદ પુરાણમાં એક સુંદર કથા વર્ણવવામાં આવી છે. મહિષ્મતી નગરીના રાજા મહિધ્વજની હત્યા તેના નાના ભાઈ વજ્રધ્વજે કરી હતી અને તેનું શરીર પીપળાના ઝાડ નીચે દાટી દીધું. રાજાની આત્મા પિશાચ રૂપે ત્યાં ભટકતી રહી. એક દિવસ મહાત્મા ધૌમ્ય ત્યાથી પસાર થયા અને પિશાચ બની ગયેલી આત્માને મુક્ત કરવા અપરા એકાદશીનું વ્રત કર્યું. તેમના ઉપવાસના પુણ્યથી રાજાની આત્મા પિશાચ રૂપમાંથી મુક્ત થઈને મોક્ષ પામી ગઈ.
અપરા એકાદશીનું વ્રત હત્યા, હિંસા, ચોરી, છલકપટ, ખોટું બોલવું, ગુસ્સો, ઈર્ષ્યા અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર પાપોનું પ્રાયશ્ચિત કરાવવા માટે માનવામાં આવે છે. બ્રાહ્મણો, ગુરુઓ અથવા વડીલોના અપમાનથી થતી દોષોને પણ આ વ્રત નાશ કરે છે. આ વ્રતથી માત્ર માનસિક શાંતિ અને આત્મશુદ્ધિ જ મળે છે નહિ, પરંતુ ભૂતકાળના પાપો અને માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળે છે.
વ્રતની પદ્ધતિ અનુસાર, વ્રતના એક દિવસ પહેલાં સાત્વિક ભોજન લેવું જોઈએ અને બીજા દિવસે સવારમાં સ્નાન કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા, ભજન, કીર્તન, તુલસી સેવા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. દિવસભર ફળાહાર અથવા નિર્જલ ઉપવાસ કરવો. રાત્રે જાગરણ કરવું અને બીજા દિવસે દાન અને પુણ્ય કરીને વ્રત તોડવું.
આ વ્રત ભક્તોને શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ અને અંતે મોક્ષ તરફ દોરી જાય છે. એ ફક્ત ધાર્મિક રીતિ નહિ, પણ જીવનમાં નવું ઉત્સાહ, પવિત્રતા અને ચેતના લાવનાર સાધન છે. જે ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે, તેઓ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરે છે અને જીવનના દરેક અવરોધમાંથી મુક્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT