dhanush Aishwarya divorce after 18 years of marriage
દુઃખદ /
વધુ એક સેલિબ્રિટી કપલના છૂટાછેડા, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતનાં 18 વર્ષના લગ્નજીવનનો અંત
Team VTV07:55 AM, 18 Jan 22
| Updated: 08:05 AM, 18 Jan 22
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ રહ્યા છે અને આ અંગે ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને માહિતી આપી હતી
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર
સુપરસ્ટાર ધનુષ અને પત્ની ઐશ્વર્યા ડિવોર્સ લેશે
સોશ્યલ મીડિયા પર નોટ જાહેર કરીને જણાવ્યું
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ રહ્યા છે અને આ અંગે ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરી છે. બંનેએ એક-એક નોટ શેર કરી છે, જેમાં બંને દ્વારા લગભગ સમાન વસ્તુઓ જ લખવામાં આવી છે.
ટ્વીટર પર પોતાની નોંધ શેર કરતા ધનુષે લખ્યું, 'આજે અમે હવે એવા સ્થાને ઉભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ છે.
તેમણે વધુમાં લખ્યું હતું કે મિત્ર તરીકે, દંપતી તરીકે, માતા-પિતા તરીકે અને એકબીજાના શુભચિંતક તરીકે 18 વર્ષ સાથે રહ્યા. તે સમજણ, વિકાસ એડજસ્ટમેન્ટ અને અનુકૂલનની સફર રહી છે. ઐશ્વર્યા અને મેં એક દંપતી તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને પોતાને વધુ સારી રીતે સમજવા માટે સમય કાઢવાનો નિર્ણય કર્યો છે. ચાહકો અમારા નિર્ણયનો આદર કરો અને તેની સાથે ડીલ કરવા માટે અમને જરૂરી પ્રાઈવસી આપો. ઓમ નમઃ શિવાય!' આ નોટની સાથે ધનુષે એક ઈમોજી પણ મૂક્યું છે.
18 વર્ષ ચાલ્યું લગ્નજીવન
ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ અભિનેતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. જ્યારે ધનુષે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 23 વર્ષનો હતો. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2003માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. ધનુષ અને ઐશ્વર્યાને યત્રા અને લિંગા નામના બે બાળકો પણ છે.