બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:24 PM, 22 October 2022
ADVERTISEMENT
સનાતન ધર્મમાં ધનતેરસનું ખાસ મહત્વ છે. પુરાણોમાં વર્ણિત કથા અનુસાર કાર્તક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ શ્રીહરિ ભગવાન વિષ્ણુ ધન્વંતરીના રૂપમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ધન્વંતરીને આરોગ્યના દેવતા કહેવામાં આવે છે. ધનતેરસના અવસર પર ધનના આધિપતિ કુબેર, માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની વિધિ અનુસાર પૂજા અર્ચના કરવાથી ધન પ્રાપ્તિના માર્ગમાં આવનાર દરેક સમસ્યાનો અંત આવે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
મંત્રો જાપ વગર અધુરી છે પૂજા
સ્કંદ પુરાણમાં વર્ણિત એક કથા અનુસાર, જે પ્રકારે એકાદશીએ વ્રત વગર પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. તેવી જ રીતે ધનતેરસ પર માતા લક્ષ્મીના મંત્રો જાપ વગર પૂજા પૂર્ણ નથી થતી. આ દિવસે તમે માતા લક્ષ્મીના આમોદ્ધ મંત્રોનો જાપ કરી ધન પ્રાપ્તીના માર્ગમાં આવનાર દરેક મુશ્કેલીઓનો અંત કરી શકો છો. ત્યાં જ તેનાથી ધન પ્રાપ્તિના માર્ગમાં વૃદ્ધિ થાય છે.
સાથે જ વ્યાપારમાં નફો અને નોકરીના ક્ષેત્રમાં જાતરોને પદોન્નતિ મળે છે. એવામાં આ દિવસે માતા લક્ષ્મીની વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ મંત્રો જાપ કરવાનું ન ભૂલો.
માતા લક્ષ્મીની પૂજા વિધિ
માતા લક્ષ્મીની પૂજા શરૂ કર્યા પહેલા એક પાટલા પર લાલ રંગનું વસ્ત્ર પાથરી તેના પર માતાની પ્રતિમાની સ્થાપના કરો સાથે એક કળશની સ્થાપના કરો. તેના પર પાન, સોપારી, નારિયેળ, એક સિક્કો અને ચોખાનું દાન મુકો. ત્યાર બાદ માતા લક્ષ્મીની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર બાદ માતાનો શણગાર કરો અને ધૂપ દીપ કરી પૂજા કરો.
લક્ષ્મીજીની કથાનો પાઠ કરો અને આરતી કરો. ધ્યાન રહે કે આરતી કર્યા બાદ માતાના મંત્રનો જાપ કરવાની ભૂલ ના કરો. મંત્ર વગરની પૂજા પૂર્ણ નહીં માનવામાં આવે.
ધન પ્રાપ્તિ માટે મંત્ર
ओम् महालक्ष्म्यै नमो नम:
विष्णुप्रियायै नमो नम:
धनप्रदायै नमो नम:
विश्वजनन्यै नमो नम:
આ મંત્ર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે માતા લક્ષ્મીના આ મંત્રને 108 વખત જાપ કરવાથી ધનની દેવી પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમના પર હંમેશા પોતાનો આશીર્વાદ વરસાવે છે.
વ્યાપારમાં નુકસાન માટે કરો આ મંત્રનો જાપ
જો તમારા વ્યાપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો માતા લક્ષ્મીના આ મંત્રનો જાર કરો. તેનાથી વ્યાપારમાં નફો થશે સાથે જ વર્ષોથી રોકાયેલા પૈસાની પ્રાપ્તિ થશે.
श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:
સફળતા માટે આ મંત્રનો કરો જાપ
જો સખત મહેનત અને સંધર્ષ બાદ પણ તમને સતત નિરાશા પ્રાપ્ત થઈ રહી છે તો માતા લક્ષ્મીની આરતી કર્યા બાદ નીતે આપવામાં આવેલા આ મંત્રનો 101 વખત જાપ કરો. તેનાથી સફળતાના માર્ગમાં આવનાક દરેક વિધ્ન દૂર થશે.
ओम् श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नमो नम:
દાંપત્ય જીવન માટે
દાંપત્ય જીવન સુખમાં રહે અથવા તો નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય તેના માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. પુરાણોમાં વર્ણિત એક શ્લોક અનુસાર જો નિયમિત રીતે માતા લક્ષ્મીના આ મંત્રનો જાપ કરવામાં આવે તો માતા લક્ષ્મી ભક્તોને ખુશીઓ પ્રદાન કરે છે.
लक्ष्मी नारायण नम:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.